Rajiv Dixit Tips: જો તમે કબજીયાતથી પરેશાન છો તો અપનાવો આ 4 સરળ ઉપાય

કબજીયાતની સમસ્યા માત્ર શારીરિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. રાજીવ દીક્ષિતે જણાવ્યો કબજીયાત દૂર કરવાનો ઉપાય, વાંચો આ સરળ અને ઘરેલુ ઉપાય

Rajiv Dixit Tips: જો તમે કબજીયાતથી પરેશાન છો તો અપનાવો આ 4 સરળ ઉપાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:53 PM

કબજીયાત એક એવી સમસ્યા છે જેનાથી દેશ અને દુનિયાના 15 ટકા લોકો પરેશાન છે. જો તમારે દરરોજ સવારે તમારા પેટને સાફ કરવા માટે કલાકો સુધી ટોઇલેટમાં બેસી રહેવું પડે છે તો તમે કબજીયાતના શિકાર છો. કબજીયાતની સમસ્યા ખરાબ જીવનશૈલી, ખરાબ આહાર, શરીરમાં પાણીની ઉણપ, શારીરિક શ્રમનો અભાવ, ફાઈબરયુક્ત આહારનો અભાવ અને અનિયમિત દિનચર્યાને કારણે થાય છે.

આ પણ વાચો: ઈન્ફલ્યુએન્ઝા H3N2 વાયરસથી બચવાના ઘરેલુ ઉપાયો વિશે જાણો 

કેટલીકવાર દવાઓના ઉપયોગને કારણે પણ કબજીયાતની સમસ્યા થાય છે. કબજીયાતની સમસ્યામાં, લોકો અઠવાડિયામાં ત્રણથી ચાર વખત સ્ટૂલ પાસ કરે છે. કબજીયાતથી પીડિત લોકોનું સ્ટૂલ ટાઈટ થઈ જાય છે જેના કારણે તેને પસાર થવામાં તકલીફ પડે છે. કબજીયાતની સમસ્યાનું સૌથી મોટું કારણ ખાણી-પીણી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો આયુર્વેદિક નિષ્ણાત રાજીવ દીક્ષિતની ટિપ્સનો પ્રયોગ કરો, રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમણે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને સુધારવા માટેના ઉપાયો આપ્યા છે. રાજીવ દીક્ષિતનું 30 નવેમ્બર 2010 ના રોજ અવસાન થયું પરંતુ તેમના આયુર્વેદિક ઉપચાર પુસ્તકોમાં હાજર છે. આવો જાણીએ કબજીયાતથી છુટકારો મેળવવા માટે નિષ્ણાત દ્વારા કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે.

ગરમ પાણીનું સેવન કરોઃ જો તમે કબજીયાતથી પરેશાન છો તો ઠંડા પાણીનું સેવન બંધ કરો અને ગરમ પાણીનું સેવન કરો. ગરમ પાણીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. કબજીયાતની સમસ્યાથી પરેશાન લોકોએ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. ગરમ પાણી પીવાથી મળ સરળતાથી પસાર થાય છે. જે લોકોનું પેટ સાફ નથી હોતું તેમના મોઢામાં દુર્ગંધ આવે છે.

ખાલી પેટે પાણી પીવોઃ કબજીયાતના દર્દીઓએ સવારે ઉઠતાની સાથે જ પાણીનું સેવન કરવું જોઈએ. પાણી પીવાથી તમારા માટે સ્ટૂલ પસાર કરવાનું સરળ બનશે.

ટેન્સનથી દૂર રહોઃ જો તમે ટેન્સનમાં હોવ તો તમને કબજીયાતની સમસ્યા થઈ શકે છે. ટેન્સન દૂર કરો, તમને કબજીયાતથી રાહત મળશે. જો તમે આનંદ અને ઉત્સાહથી જીવશો તો પેટ સંબંધિત બીમારીઓથી છુટકારો મળશે.

એકસાથે વધુ ન ખાઓઃ જો તમે કબજીયાતથી પરેશાન છો, તો એક સાથે વધારે ન ખાઓ, પરંતુ 4-4 કલાક પછી થોડું-થોડું ખાઓ. હંમેશા બેસીને ભોજન કરો. દૂધ અને મીઠાનું એકસાથે સેવન ન કરો.

જમ્યા પછી પાણી ન પીવોઃ જો તમે કબજીયાતથી પરેશાન છો તો જમ્યા પછી પાણી ન પીવો. જમ્યાના ઓછામાં ઓછા એક કલાક પછી પાણીનું સેવન કરો, તમારું ભોજન સારી રીતે પચી જશે અને તમને કબજીયાતથી રાહત મળશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

g clip-path="url(#clip0_868_265)">