Health: પ્રોટીન શરીરમાં રોગો સામે એન્ટિબોડીઝ બનાવે છે, આહારમાં તેને સામેલ કરવું આવશ્યક

|

Feb 26, 2022 | 3:09 PM

દરેક વ્યક્તિમાં પ્રોટીનની જરૂરિયાતો બદલાય છે. તે પ્રવૃત્તિ સ્તર, ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ તેમના વજન પ્રમાણે દરરોજ સરેરાશ 0.8થી 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. એક પુરુષને દરરોજ ઓછામાં ઓછા 55 ગ્રામ અને સ્ત્રીને 45 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે.

Health: પ્રોટીન શરીરમાં રોગો સામે એન્ટિબોડીઝ બનાવે છે, આહારમાં તેને સામેલ કરવું આવશ્યક
Protein Diet

Follow us on

એક જૂની કહેવત છે કે પ્રથમ સુખ તે જાતે નર્યા. આપણા શરીરને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી છે. તે પછી જ જીવનમાં અન્ય વસ્તુઓ છે. આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો પોતાના ખાવાનું ધ્યાન રાખતા નથી. જેના કારણે અનેક રોગોનો (Diseases) ભોગ બને છે. તબીબો કહે છે કે ખોરાકમાં સૌથી મહત્વની વસ્તુ પ્રોટીન છે. પ્રોટીન શરીરને એનર્જી આપે છે. જેના કારણે શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે, પરંતુ લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે કઈ વસ્તુઓમાં પ્રોટીન (Protein) હોય છે. કેટલી માત્રામાં લેવું જરૂરી છે અને તેના ફાયદા શું છે. ચાલો આપણે ડાયટિશિયન ડોક્ટર પાસેથી જાણીએ કે જીવનમાં પ્રોટીનનું શું મહત્વ છે અને તે આપણા સ્વાસ્થ્ય (Health) માટે કેટલું જરૂરી છે.

કૌશામ્બીની યશોદા હોસ્પિટલના ડાયટિશિયન ડૉ. ભાવના ગર્ગે જણાવ્યું કે પ્રોટીન આપણા શરીરને રોગ પેદા કરતા બેક્ટેરિયા અને વાયરસથી બચાવવા માટે એન્ટિબોડીઝ આપે છે. દરેક વ્યક્તિમાં પ્રોટીનની જરૂરિયાતો બદલાય છે. તે પ્રવૃત્તિ સ્તર, ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ તેમના વજન પ્રમાણે દરરોજ સરેરાશ 0.8થી 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

એક પુરુષને દરરોજ ઓછામાં ઓછા 55 ગ્રામ અને સ્ત્રીને 45 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. ઉચ્ચ પ્રોટીન આહાર ભૂખ ઘટાડે છે, જે તમને ઓછી કેલરી ખાવામાં મદદ કરે છે. તે વજનને નિયંત્રિત કરતા હોર્મોન્સની સારી કામગીરીને કારણે શક્ય છે. જો પ્રોટીનને નિયમિત રીતે ડાયટમાં સામેલ કરવામાં આવે તો વધતી ઉંમરની સમસ્યાઓથી બચી શકાય છે. જો તમે પ્રોટીનયુક્ત આહાર લો છો તો સ્નાયુઓને નબળા પડવાથી પણ બચાવી શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શરીરમાં પ્રોટીનનો સંગ્રહ થતો નથી

ડો.ભાવના કહે છે કે પ્રોટીન દરરોજ લેવું જરૂરી છે. તે આપણા શરીરમાં સંગ્રહિત થતુ નથી. વનસ્પતિ પ્રોટીનમાં ફાઈબર પણ વધુ હોય છે. તેથી વનસ્પતિ પ્રોટીન લઈ શકાય છે. આ સિવાય ઈંડા, બદામ, ચિકન, દૂધ, દૂધની બનાવટો, સોયા, કઠોળ અને દાળ પ્રોટીનના કેટલાક મુખ્ય સ્ત્રોત છે.

ભોજન પહેલા પ્રોટીન લઈ શકાય છે

જમ્યા પહેલા પ્રોટીનયુકત આહાર ખાવાથી તમે પેટ ભરેલું અનુભવી શકો છો અને તમારા શરીરમાં શુગર લેવલને વધુ વધતાં અટકાવી શકો છો. નાસ્તામાં પ્રોટીન શેક લેવાથી તમને દિવસની યોગ્ય શરૂઆત કરવામાં મદદ મળે છે. દરરોજ એક ચમચી કુદરતી પીનટ બટર સાથે એક સફરજન મિક્સ કરો અથવા તમારા સલાડમાં થોડા બીન્સ અને બાફેલું ઈંડું ઉમેરો.

પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે

તબીબોના મતે પનીર પ્રોટીનનો શ્રેષ્ઠ ખોરાક છે. તે શરીરની રચનાને સુધારવામાં મદદ કરી શકે છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે. ખીચડી, દાળ, પીનટ બટર સાથે આખા અનાજની બ્રેડ, અનાજ, બદામ અને કઠોળ પણ આહારમાં લઈ શકાય છે. અનાજને ઈંડા સાથે બદલવાથી પ્રોટીનનો વપરાશ વધે છે, તમને પેટ વધુ ભરેલું લાગે છે, જે તમને ઓછી કેલરી લેવામાં મદદ મળે છે.

આ પણ વાંચો- Health Tips : શું તમારુ પેટ અવાર-નવાર ખરાબ રહે છે ? તો આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો

આ પણ વાંચો- Heart-Health Tips: શું તમે આ ખોરાક લઇને કયાંક તમારા હ્રદયને તો નુકસાન નથી પહોંચાડી રહયાને..

Next Article