70 વર્ષની ઉંમરે પણ ફિટ અને ફાઈન છે વડાપ્રધાન મોદી, જાણો તેમની હેલ્ધી લાઈફસ્ટાઈલ

TV9 GUJARATI

|

Updated on: May 24, 2023 | 10:21 PM

પીએમ મોદી માટે એવું કહેવાય છે કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી ફોલો કરે છે. પીએમ મોદીની ફિટનેસ માત્ર યુવાનો માટે જ નહીં, પરંતુ તમામ માટે એક ઉદાહરણ માનવામાં આવે છે.

70 વર્ષની ઉંમરે પણ ફિટ અને ફાઈન છે વડાપ્રધાન મોદી, જાણો તેમની હેલ્ધી લાઈફસ્ટાઈલ
pm modi fitness secrets

Follow us on

PM Modi Healthy Lifestyle: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દિગ્ગજ નેતા અને રાજકારણી હોવા ઉપરાંત તેમની ફિટનેસ માટે પણ જાણીતા છે. પીએમ મોદી 70 વર્ષની વય વટાવી ચૂક્યા છે પરંતુ તેમ છતાં તેઓ યુવાનો કરતા વધુ સક્રીય દેખાય છે. પીએમ મોદી માટે એવું કહેવાય છે કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી ફોલો કરે છે. પીએમ મોદીની ફિટનેસ માત્ર યુવાનો માટે જ નહીં, પરંતુ તમામ માટે એક ઉદાહરણ માનવામાં આવે છે.

શું તમે જાણો છો કે પીએમ મોદી સ્વસ્થ રહેવા માટે પોતાની લાઈફસ્ટાઈલમાં કઈ કઈ આદતો અપનાવે છે? PM મોદી 70 વર્ષની ઉંમરે પણ કેવી રીતે સ્વસ્થ અને ફિટ દેખાય છે. ચાલો તમને જણાવીએ.

આ પણ વાંચો: Covid-19 કરતા પણ વધુ ઘાતક હશે આગામી મહામારી, WHOએ આપી ચેતવણી, કહ્યું – દુનિયાએ તૈયાર રહેવુ પડશે

યોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને સ્વસ્થ રહેવાની ચાવી માને છે. યોગ શરીર માટે કેટલો ફાયદાકારક છે, પીએમ મોદીએ ટ્વિટર અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત તેનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2020માં જ્યારે કોરોનાનો કહેર શરૂ થયો હતો, તે દરમિયાન પણ પીએમએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. પીએમે કહ્યું કે યોગ ઘણા વર્ષોથી મારા જીવનનો એક ભાગ છે અને મને તેનાથી ઘણા ફાયદા પણ થયા છે.

પીએમ મોદી આયુર્વેદમાં માને છે

પીએમ મોદીનું માનવું છે કે યોગની સાથે આયુર્વેદમાં પણ માનવું જોઈએ. તેમનું માનવું છે કે વિશ્વ ટૂંક સમયમાં આયુર્વેદના સિદ્ધાંતોને પણ સ્વીકારશે. પીએમએ યુવાનોને અપીલ કરી છે કે તેઓ તેનું મહત્વ સમજાવવા માટે આગળ આવે.

સવારે કસરત કરો

પીએમ મોદી યોગા સિવાય સવારની કસરતનું પણ પાલન કરે છે. તેમણે વર્ષ 2018માં ટ્વીટ કરીને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ કહે છે કે યોગ સિવાય તેઓ પ્રકૃતિના 5 તત્વો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રકાશથી પ્રેરિત છે. તેથી જ તેઓ વહેલી સવારે શ્વાસ લેવાની કસરતનું નિયમિત પાલન કરે છે.

હેલ્ધી ખોરાક

પીએમ મોદી માટે કહેવાય છે કે તેઓ સાત્વિક ભોજન ખાય છે. એવું માનવામાં આવે છે કે તે સવારના નાસ્તામાં પોંઆ જેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. શાકાહારી ખોરાક ઉપરાંત પીએમ મોદી સ્વસ્થ રહેવા માટે ફળોનું પણ સેવન કરે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે વ્યાયામ, યોગની સાથે સાથે સારી ખાનપાનની રીત પણ અપનાવવી જોઈએ.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati