AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips : પપૈયું ખાવુ શરીર માટે ફાયદાકારક, પણ જો હોય આ બિમારી તો ચેતજો

પપૈયામાં ફાઈબરની માત્રા વધુ હોવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, એવી ઘણી બીમારીઓ છે, જેમાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ

Health Care Tips : પપૈયું ખાવુ શરીર માટે ફાયદાકારક, પણ જો હોય આ બિમારી તો ચેતજો
papaya (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 5:19 PM
Share

પપૈયું એક એવું ફળ છે, જે મોટાભાગના લોકોને પ્રિય હોય છે. પોષક તત્ત્વોથી ભરપૂર પપૈયા (Papaya) એક ઓછી કેલરીવાળા ફળની હરોળમાં આવે છે. ડૉક્ટરો પણ તેને આહારનો ભાગ બનાવવાની સલાહ આપે છે. જો તમને કસમયે ભૂખ લાગતી હોય તો તમે પપૈયું ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને લો બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓ શરીરમાંથી દૂર રહે છે. પપૈયામાં ફાઈબર, કેરોટીન, વિટામિન સી, (Vitamin C) E, A અને અન્ય ઘણા ખનિજો હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. પપૈયામાં વિટામીન Cની સાથે સાથે વિટામીન A પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

પપૈયામાં ફાઈબરની માત્રા વધુ હોવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, એવી ઘણી બીમારીઓ છે, જેમાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ. અમે તમને આવી બિમારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કમળો નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો કમળા જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય તેમણે ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ. નિષ્ણાતો એમ પણ કહે છે કે પપૈયામાં હાજર પપાઇન અને બીટા કેરાટીન કમળાના રોગને વધુ વધારી શકે છે. જો અસરગ્રસ્ત વ્યક્તિ પપૈયાનું સેવન કરવા ઇચ્છે છે, તો તે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

પાચન ભુખ કરતા વધારે ખાવાથી શરીરને નુકસાન થાય છે અને આવું જ કંઈક પપૈયામાં પણ છે. જો તમે પપૈયાનું વધુ સેવન કરો તો પાચન બગડી શકે છે. વાસ્તવમાં, જો પપૈયામાં હાજર ફાઈબર શરીરમાં વધુ પ્રમાણમાં જાય છે, તો તે પેટમાં દુખાવો, બળતરા અને ગેસની સમસ્યા પેદા કરી શકે છે. જો કે પપૈયાથી કબજિયાત દૂર થઈ શકે છે, પરંતુ તેને વધુ ખાવાથી ઝાડા પણ થઈ શકે છે.

બીપી જે લોકોને બીપીની સમસ્યા હોય તેમણે પણ પપૈયાનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. નિષ્ણાતોના મતે પપૈયું વધારે ખાવાથી હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. જો કે, જો અસરગ્રસ્ત વ્યક્તિ પપૈયાનું સેવન કરવા માંગે છે, તો તેણે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ત્વચાની એલર્જી જો તમે લાંબા સમયથી ત્વચાની એલર્જીનો સામનો કરી રહ્યા છો, તો પપૈયું ખાવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કહેવાય છે કે પપૈયા ખાવાથી ત્વચામાં એલર્જીની સમસ્યા વધુ વકરી શકે છે. તેનાથી ત્વચા પર ફોલ્લીઓ અથવા અન્ય સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે.

પથરી એવું કહેવાય છે કે જે લોકોને પેટમાં પથરીની સમસ્યા રહે છે, તેમણે પણ પપૈયાનું ઓછું સેવન કરવું જોઈએ. નિષ્ણાતોના મતે આનાથી પથરીની સમસ્યા વધુ વધી શકે છે. આટલું જ નહીં પપૈયામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ કિડનીની પથરીના દર્દીને પણ પરેશાન કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :Hindustani Bhau Arrested : યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ ફરી પોલિસની ઝપટે, રવિવારની રાત વિતાવવી પડશે જેલમાં

આ પણ વાંચો :શું તમે જાણો છો કે શ્રદ્ધા કપૂર અને પદ્મિની કોલ્હાપુરેને લતા મંગેશકર સાથે આ ખાસ સંબંધ છે ?

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">