AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Tips: તમારા બાળકોને અલગ-અલગ પ્રકારના ધ્યાન કરાવો, તેમનું માનસિક સ્વાસ્થ્ય રહેશે સારું

Yoga Tips: ડિજિટલ દુનિયા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી રહી છે. આવી સ્થિતિમાં યોગ અને ધ્યાનનો અભ્યાસ બાળકો માટે ફાયદાકારક બની શકે છે.

Yoga Tips: તમારા બાળકોને અલગ-અલગ પ્રકારના ધ્યાન કરાવો, તેમનું માનસિક સ્વાસ્થ્ય રહેશે સારું
different types of meditation
| Updated on: Apr 26, 2025 | 8:04 AM
Share

આજની ઝડપી લાઈફસ્ટાઈલ અને ડિજિટલ દુનિયા બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી રહી છે. અભ્યાસની સાથે-સાથે બાળકો પર વિવિધ પ્રકારની સ્પર્ધા અને ટેકનોલોજીનું દબાણ પણ વધી રહ્યું છે. જેના કારણે બાળકોમાં તણાવ, ચિંતા અને એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે, જે તેમના સર્વાંગી વિકાસને અસર કરી શકે છે.

આવી સ્થિતિમાં યોગ અને ધ્યાનનો અભ્યાસ બાળકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધ્યાન અને યોગ માત્ર બાળકોના શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરતા નથી પણ તેમની માનસિક સ્થિરતા જાળવવામાં પણ મદદ કરે છે. નિયમિત યોગાભ્યાસથી બાળકોમાં માનસિક શાંતિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે.

બાળકો માટે યોગના ફાયદા

યોગ અને ધ્યાન શારીરિક અને માનસિક સંતુલન જાળવવામાં મદદ કરે છે. તે ખાસ કરીને બાળકો માટે ફાયદાકારક છે. આનું કારણ એ છે કે તે માત્ર તેમના શરીરને જ સ્વસ્થ નથી બનાવતું, પણ તેમના માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે.

નિયમિત યોગાભ્યાસ બાળકોને માનસિક શાંતિ આપે છે, જે તેમને તણાવથી દૂર રાખે છે. યોગાસનો બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી તેમના અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ સુધારો થાય છે. યોગાભ્યાસ દ્વારા બાળકોમાં વધુ સકારાત્મક વિચારસરણીનો વિકાસ થાય છે, જે તેમના માનસિક વિકાસ માટે જરૂરી છે.

બાળકો માટે ધ્યાનના ફાયદા

ધ્યાનનો અભ્યાસ બાળકોની માનસિક સ્થિતિને શાંત કરે છે અને કેન્દ્રિત કરે છે. નિયમિત ધ્યાન કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે.

બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન

બાળકોના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે યોગ અને ધ્યાન એક ઉત્તમ રીત છે. આ બંને પ્રવૃત્તિઓ બાળકોના મનને શાંત અને સક્રિય કરે છે. નિયમિત રીતે યોગ અને ધ્યાન કરવાથી બાળકોની માનસિક ક્ષમતા અને આત્મવિશ્વાસ વધે છે.

બાળકોને યોગ અને ધ્યાન કેવી રીતે શીખવવું?

તમે બાળકોને યોગ અને ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. નાના બાળકોને રમતિયાળ રીતે યોગ શીખવો અને તેનું મહત્વ સમજાવો. બાળકોને ધ્યાન કરવા માટે પ્રેરિત કરવા માટે ધ્યાન સમયે તેમને તેમની મનપસંદ વાર્તાઓ કહો. આનાથી તેમની કલ્પના શક્તિ વધશે. બાળકોને યોગ અને ધ્યાનનું મહત્વ સમજાવવા માટે પરિવાર પણ તેનો અભ્યાસ કરે તે જરૂરી છે. સાથે મળીને યોગ કરવાથી બાળકોમાં નિયમિતપણે યોગ કરવાની ઇચ્છા જાગશે.

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">