AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો? લાલ મરચું છે ઘણા રોગોના ઉપચારમાં અસરકારક, આ લાભ વિશે ક્યારેય નહીં સાંભળ્યું હોય

Cayenne Pepper Benefits: લાલ મરચું વિટામિન A, B6, C, પોટેશિયમ, મેંગેનીઝ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો ધરાવે છે. તેમાં ઉચ્ચ માત્રામાં કેપ્સાઈસીન હોય છે. તે ઘણા ફાયદા આપે છે. ચાલો જાણીએ.

શું તમે જાણો છો? લાલ મરચું છે ઘણા રોગોના ઉપચારમાં અસરકારક, આ લાભ વિશે ક્યારેય નહીં સાંભળ્યું હોય
Know the health benefits of red chilli and Cayenne Pepper
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:48 AM
Share

લાલ મરચાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેની તાસીર ગરમ હોય છે. આ મરચાં સામાન્ય રીતે પાતળા અને લાલ હોય છે. લાલ મરચામાં કેપ્સાઈસીનનું પ્રમાણ વધારે હોય છે. લાલ મરચાનું આ સંયોજન તેને ગરમ અને મસાલેદાર સ્વાદ આપે છે. તેમાં વિટામિન A, B 6, C, પોટેશિયમ, મેંગેનીઝ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો પણ છે. લાલ મરચું ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. તે મેટાબોલીઝમને વેગ આપે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. લાલ મરચું સાંધાનો દુખાવો અને અન્ય બળતરાની સ્થિતિને દૂર કરવા માટે પણ જાણીતું છે. જોકે કઈ બીમારીમાં કેટલા પ્રમાણમાં તેનું સેવન કરવું તે માટે નિષ્ણાતોનો સલાહ લેવી ખુબ જરૂરી છે.

મેટાબોલીઝમની ગતિ વધારવા માટે

તે મેટાબોલીઝમને વેગ આપે છે. તે આપણી ભૂખને દબાવવાનું કામ કરે છે. કેપ્સાઈસીન સંયોજનને કારણે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં, તે ચરબી અને કેલરી બર્ન કરવાનું કામ કરે છે. તમે તમારા આહારમાં કેપ્સાઈસીનથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરી શકો છો. તે મેટાબોલીઝમને વધારવાનું કામ કરી શકે છે.

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે

લાલ મરચામાં હાજર કેપ્સાઈસીન પેટના અલ્સરને મટાડવામાં મદદ કરી શકે છે. તે આંતરડાના ગેસ, પેટમાં દુખાવો, ઝાડા અને પેટની તકલીફ ઠીક કરવામાં પણ મદદ કરી શકે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે

લાલ મરચામાં હાજર કેપ્સાઈસીન તમારા બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મરચું મિક્સ કરો. તમે રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરી શકો છો. આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

કેન્સરની સમસ્યાને દૂર કરવા માટે લાલ મરચાં

અભ્યાસો અનુસાર, લાલ મરચાંમાં કેપ્સાઈસીન એક સંયોજન છે. તે સ્તન કેન્સરના કોષોનો વિકાસ અટકાવે છે. તે સ્તન કેન્સર જેવી સમસ્યાઓથી બચાવે છે.

સાંધાના દુખાવામાં રાહત આપે છે

કેપ્સાઈસીન પીડા રાહત અસરો માટે પણ જાણીતું છે. સાંધાના દુખાવા માટે કેપ્સાઈસીન ધરાવતી ક્રીમ વાપરી શકાય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. આ સંધિવા અને સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે

લાલ મરચું હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તે અસ્થમાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે, હૃદયના જોખમને ઘટાડવા માટે તેનું સેવન કરી શકાય છે.

આ પણ વાંચો: Health Tips : દાડમના આ ફાયદાઓ તમને નહીં ખબર હોય, જાણીને આજથી જ કરો સેવન

આ પણ વાંચો: આ 4 રીતે તમારા મનની ભડાસ કાઢીને રહો સ્ટ્રેસ ફ્રી, મનમાં રહેલું ટેન્શન ડીપ્રેશન બની જાય તે પહેલા ચેતો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">