AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heatwave: લુ લાગવાથી મોતનું જોખમ, બહાર જતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

Heatwave in India: ડોક્ટરોનું કહેવું છે કે જો હીટસ્ટ્રોકની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેની કિડની, મગજ અને હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

Heatwave: લુ લાગવાથી મોતનું જોખમ, બહાર જતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 12:45 PM
Share

હાલમાં ભારતના અનેક વિસ્તારોમાં ગરમી જોર વધ્યું છે. આ ગરમ પવનોને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. ઉનાળા દરમિયાન તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. હીટ સ્ટ્રોક (Heat Stroke) થોડા દિવસોથી કેટલાક અઠવાડિયા સુધી રહી શકે છે. હીટ સ્ટ્રોકથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જીવનું જોખમ બની શકે છે. તબીબોનું કહેવું છે કે ઉનાળાની આ સિઝનમાં બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.

હીટ સ્ટ્રોકની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ તરફ દોરી શકે

એપોલો હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન વિભાગના ડો.રાકેશ ગુપ્તા જણાવે છે કે અતિશય ગરમીને કારણે શરીરનું તાપમાન વધે છે. દર વર્ષે મે થી જુલાઈ મહિનામાં હીટ સ્ટ્રોકના કેસ નોંધાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો કિડની, મગજ અને હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમારા શરીરનું તાપમાન 104 એફ કરતાં વધી જાય તો હીટ સ્ટ્રોકનું જોખમ રહેલું છે. કેટલાક કિસ્સાઓમાં, સ્ટ્રોક મગજને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. મૃત્યુનું જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોકના લક્ષણોની અવગણના ન કરવી જોઈએ. લોકોએ આ રોગના લક્ષણોમાં કોઈ બેદરકારી ન કરવી જોઈએ.

આ પણ વાંચો : Summer Drinks: સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ફાલસાનું શરબત, કાળઝાળ ગરમીમાં તમારા શરીરને આપશે ઠંડક

આ હીટ સ્ટ્રોકના લક્ષણો છે

  • હૃદયના ઘબકારામાં વધારો
  • માથાનો દુખાવો
  • ચક્કર આવવા
  • નબળાઇ
  • વધારે પરસેવો
  • ઉલટી
  • હાથ, પગ અને પીઠમાં દુખાવો

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips : કેટલા કલાક ઊંઘ જરૂરી છે, રાજીવ દીક્ષિતે જણાવ્યું કોને કેટલા કલાક ઊંઘ લેવી જોઈએ, જુઓ Video

આ રીતે તમારા સ્વાસ્થની કાળજી રાખો

  • દિવસ દરમિયાન દર થોડા કલાકે પાણી પીવાનું રાખો
  • ઘરેથી ખાલી પેટ ન નીકળશો
  • શરીર ઢાંકીને જ બહાર નીકળો
  • બપોરે 12 થી 3 વાગ્યા સુધી બહાર જવાનું ટાળો
  • તમારી સાથે છત્રી અને પાણીની બોટલ રાખો

દાદીમાના નુસખા

  • દાદીના પ્રિસ્ક્રિપ્શન મુજબ, જ્યારે તમે હીટસ્ટ્રોકથી પીડાતા હોવ ત્યારે કાચી કેરીની પેસ્ટ તમારા શરીર પર લગાવવી જોઈએ. આ સાથે કેરીના બીજની પગના તળિયા પર લગાવીને માલિશ કરવી જોઈએ.
  • આ સાથે ઘીયાને છીણી લીધા બાદ તેને પગના તળિયા પર તેલની સાથે ઘસવાથી પણ આરામ મળે છે.
  • દાદીમાની ટિપ્સ અનુસાર તડકામાં બહાર જતી વખતે તમારા ખિસ્સામાં ડુંગળી રાખો.
  • તમને જણાવી દઈએ કે ગરમીથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે કાચી ડુંગળીને પીસીને પેસ્ટ બનાવી શકો છો અને પછી તેને તમારા શરીર અને પગના તળિયા પર લગાવો, તેનાથી આરામ મળશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

g clip-path="url(#clip0_868_265)">