AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં આકરી ગરમીના પગલે હીટ સ્ટ્રોકના કેસ વધ્યા, મે મહિનામાં અત્યાર સુધીમાં 44 કેસ નોંધાયા

ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી દ્વારા આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં મે મહિનામાં 19 મે સુધી 44 હીટ સ્ટ્રોકનાં કેસ નોંધાયા છે.

Breaking News : ગુજરાતમાં આકરી ગરમીના પગલે હીટ સ્ટ્રોકના કેસ વધ્યા, મે મહિનામાં અત્યાર સુધીમાં 44 કેસ નોંધાયા
Darshal Raval
| Edited By: | Updated on: May 20, 2023 | 12:45 PM
Share

ગુજરાતમાં ઉનાળો (Summer 2023) દિવસે દિવસે તેનુ રૌદ્ર સ્વરુપ બતાવતો જઇ રહ્યો છે. આકરી ગરમીના (Heat) કારણે બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગરમીના કારણે થતી બીમારીઓના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના (Heat stroke) કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી દ્વારા આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં મે મહિનામાં 19 મે સુધી 44 હીટ સ્ટ્રોકનાં કેસ નોંધાયા છે.

માર્ચ અને એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ રહ્યા બાદ અંતે મે મહિનામાં ઉનાળો આકરો બન્યો છે. મે મહિનામાં વધતી ગરમીના પગલે બીમારીઓ પણ વધી છે. મે મહિનામાં 19મી સુધી સૌથી વધુ અમદાવાદમાં આઠ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં સાત હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. તો ભાવનગર, નર્મદા, સુરેન્દ્રનગર અને વડોદરામાં ત્રણ ત્રણ કેસ નોંધાયા છે.

તો આ તરફ આણંદ, ખેડા અને પંચમહાલમાં હીટ સ્ટ્રોક બે બે કેસ નોંધાયા છે. અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહેસાણા, મહીસાગર, મોરબી, પાટણ, સુરત, ડાંગ અને વલસાડમાં એક એક કેસ નોંધાયા છે. ગરમી દરમિયાન હજુ પણ હીટ સ્ટ્રોકના કેસ વધવાની શક્યતા છે.

અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી

અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં 2022માં 10 કેસ નોંધાયા હતા. જ્યારે માર્ચ 2023માં 9 કેસ નોંધાયા હતા. એપ્રિલ 2022માં 49 કેસ જ્યારે એપ્રિલ 2023માં 20 કેસ નોંધાયા છે. તેમજ મે 2022માં 17 કેસ જ્યારે 19 મે 2023 સુધી 44 કેસ નોંધાયા છે.

કામ સિવાય ઘર બહાર ન નીકળવા અપીલ

આગામી પાંચ દિવસ ગુજરાતની પ્રજાને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. તો અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">