AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamun Seed Powder: હવે જાંબુ ખાઇ ઠળિયા ફેંકવાની ભૂલ ના કરતા, જાણો તેના ચોંકાવનારા ફાયદા

Jamun Seed Powder: જાંબુ ખાધા પછી લોકો તેના ઠળિયા ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઠળિયાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તમે જાંબુના ઠળિયાનો પાવડરના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

Jamun Seed Powder: હવે જાંબુ ખાઇ ઠળિયા ફેંકવાની ભૂલ ના કરતા, જાણો તેના ચોંકાવનારા ફાયદા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 11:52 AM
Share

Jamun Seed Powder: ચોમાસાની ઋતુમાં લોકો મૌસમી ફળો ખાવાની મજા લેતા હોય છે. આ સિઝનમાં જાંબુ (Jambun)મોટા પ્રમાણમાં બજારમાં આવે છે, મોટાભાગના લોકો જાંબુ ખાય તેના ઠળિયા ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો આ ઠળિયા સ્વાસ્થ માટે કેટલા ફાયદાકારક છે. આ ઠળિયાનો પાવડર બનાવી ઉપયોગ કરી શકાય છે. આ પાવડર તમારા સ્વાસ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી બચાવવાનું કામ કરે છે. આ ઠળિયામાં અનેક ઔષધિયો ગુણ હોય છે. આ ઠળિયા સ્વાસ્થને ખુબ ફાયદો પહોંચાડે છે.

આ ઠળિયામાંથી પાવડર બનાવી અનેક બીમારીઓમાં રામબાણ ઔષધીઓ તરીકે કામ કરે છે. ચાલો જાણીએ કે, જાંબુના ઠળિયાના પાવડરથી તમે અનેક બિમારીઓથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો : Jamun Health Benefits: હેલ્ધી સ્કિનથી લઈને ઈમ્યુનિટી વધારવા સુધી જાંબુ ખાવાથી થશે અગણિત ફાયદા

ડાયાબિટીસ

આ પાવડર લેવાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાવડર ખુબ ફાયદાકારક છે. તમે એક ચમચી જાંબુના ઠળિયાના પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લઈ શકો છો.

પેટ માટે ફાયદાકારક

આ પાવડર તમારા પેટ માટે પણ ખુબ ફાયદાકારક છે. તમને કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યામાંથી રાહત અપાવે છે, આ પાવડર તમારું પેટ પણ સાફ રાખે છે. જાંબુના પાવડરથી પાચનતંત્ર પણ સારું રહે છે.

માનસિક સ્વાસ્થ્ય

આ પાવડર તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારો છે. આ થાક અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તમે જાંબુના ઠળિયાનો ઉકાળો કરીને પણ પી શકો છો, તમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે.

વજન ઘટાડવામાં મદદ

વજન ઘટાડવામાં મદદ કરે છે જાંબુના ઠળિયામાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે તે પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

કેવી રીતે બનાવવો જાંબુના ઠળિયાનો પાવડર?

જાંબુના ઠળિયાને ધોઈને આછા કપડાથી ઢાંકીને તડકામાં સૂકવો. જ્યારે ઠળિયા સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યારે ટુકડા કરી લો પછી તેમને ગ્રાઇન્ડર માં પીસી લો, જેથી તે પાવડર થશે. આ ચુર્ણને પાણી સાથે સવારે ખાલી પેટ સેવન કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">