કોરોના જ્ઞાનશાળા: શું કોરોનાથી સાજા થયા બાદ પણ વેક્સિન લેવી છે જરૂરી? જાણો વિગત સાથે કારણ

ઘણા લોકો એવા બહાના આપીને વેક્સિન નથી લેતા કે, 'હું તો હમણાં જ કોરોનાથી રિકવર થયો છું.' પરંતુ કોરોનાથી સાજા થયા બાદ પણ વેક્સિન લેવી તેટલી જ જરૂરી છે. ચાલો જણાવીએ.

કોરોના જ્ઞાનશાળા: શું કોરોનાથી સાજા થયા બાદ પણ વેક્સિન લેવી છે જરૂરી? જાણો વિગત સાથે કારણ
Is it necessary to get vaccinated even after recovering from corona

કોરોનાની પ્રથમ અને બીજી લહેર ભારત પર ખુબ ભારે રહી છે. હવે દેશભરમાં ત્રીજી લહેરનું જોખમ જણાઈ રહ્યું છે. ત્રીજી લહેર આવવાની સંભાવના ઘણા સમયથી દર્શાવવામાં આવી રહી છે. આ વચ્ચે હાલમાં કોરોનાની કોઈ દવા નથી. માત્ર તેને રોકવાનો એક જ રસ્તો છે અને એ છે વેક્સિન. આ વચ્ચે વેક્સિનને લઈને ઘણી અફવાઓ પણ આવે છે. જેને લઈને સચેત રહેવું જરૂરી છે. ઉપરાંત ઘણા લોકો એવા છે જે અનેક કારણ આપી ને એટલે કે બહાના આપીને વેક્સિન નથી લેતા. આવામાં એક કારણ એ પણ સાંભળવા મળે છે કે, ‘હું તો હમણાં જ કોરોનાથી રિકવર થયો છું.’

આ વાતો વચ્ચે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયાની અલગ અલગ સાઈટ્સ પર ઘણી માહિતી આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલના જવાબ રજુ કરવામાં આવે છે. ચાલો આજે આપણે જાણીએ આજના સવાલનો જવાબ. અને એ સવાલ છે,

શું કોરોનાથી સાજા થયા બાદ વેક્સિન ના લઈએ તો ચાલે?

 

આ વિડીયોમાં પ્રોફેસર અને હેડ રુમેટોલોજી, એમ્સ ડો.ઉમા કુમાર જણાવે છે કે, ‘ઇન્ફેકશનથી સ્વાસ્થ્ય થયા બાદ બોડી સેન્સેટાઈઝ થાય છે. શરીરમાં એક ઈમ્યુનિટી બને છે. પરંતુ ઈમ્યુનિટી જે બની છે તે ક્યાં સુધી રહેશે અને કેટલી ઈફેક્ટીવ રહેશે તે કહેવું મુશ્કેલ છે. શું આ બનેલી ઈમ્યુનિટીએ ઈમ્યુનિટીમાં રહેલી દરેક પ્રક્રિયાને સ્ટીમ્યુલેટ કરે છે? તેથી જરૂરી થઇ જાય છે કે વેક્સિન જરૂર મુકાવો. જેનાથી લાંબો સમય સુધી ચાલે એવી ઈમ્યુનિટી બની શકે.’

ડોક્ટર આગળ જણાવે છે કે ‘લોકો એન્ટીબોડી ટેસ્ટ કરાવીને કહે છે કે અમારામાં તો ઈમ્યુનિટી ઠીક છે. પરંતુ એન્ટીબોડી ઘણા પ્રકારની હોય છે. એમાંથી એક વસ્તુ હોય છે ન્યુટ્રલાઈઝિંગ એન્ટીબોડી. ન્યુટ્રલાઈઝિંગ એન્ટીબોડી એટલે એ જે વાયરસને નિષ્ક્રિય કરે છે. અને તેને ડેડ કરી દે. જેથી વાયરસ વધુ અસર ના કરે. અને તે નક્કી કરે છે કે ઈમ્યુનિટી કેટલી ડેવલપ થઇ. તેમજ ઘણા સેલ્સ હોય છે શરીરમાં, જેમ કે મેમરી સેલ. આ મેમરી સેલ વેક્સિનેશનથી વધુ એક્ટીવ થઇ જાય છે. અને જેના કારણે બીજી વાર ઇન્ફેકશન થતા સમયે એ સેલ એક્ટીવ થઇ જાય છે.’

એતે સારા સ્વાસ્થ્ય માટે કોરોના થયા બાદ સાજા થઇ ગયા પછી પણ વેક્સિન લેવે તેટલી જ જરૂરી છે.

 

 

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોણ ના લઈ શકે કોરોના વેક્સિન? જાણો એક્સપર્ટ પાસેથી

Click on your DTH Provider to Add TV9 Gujarati