કોરોના જ્ઞાનશાળા: કોણ ના લઈ શકે કોરોના વેક્સિન? જાણો એક્સપર્ટ પાસેથી
વેક્સિનને લઈને લોકોને ઘણા સવાલો થાય છે. એમાંથી એક પ્રશ્ન છે કે જેને દવાની એલર્જી હોય તેવા લોકો કોરોના વેક્સિન લઇ શકે કે નહીં? તેમજ કોણ કોરોના વેક્સિન ના લઇ શકે?
કોરોનાની આ મહામારીએ લોકો પર અનેક રીતે અસર કરી છે. ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. હાલમાં કોરોના સામે લડવાનું એક માત્ર હથિયાર છે વેક્સિન. વેક્સિન કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે. તો બીજી તરસ વેક્સિનને લઈને કેટલીક અફવા અને પ્રશ્નો પણ સાંભળવા મળે છે. લોકોના પ્રશ્નોનું સમાધાન થાય તે માટે ગણા પ્રયત્ન પણ થઇ રહ્યા છે. આ વચ્ચે એક પ્રશ્ન એવો પણ હતો કે સામાન્ય એલર્જી કે અમુક દવાની જેને એલર્જી હોય તેવા લોકો કોરોના વેક્સિન લઇ શકે છે? આ સાથે ખાસ પ્રશ્ન એ છે કે કોણ કોરોના વેક્સિન ના લઇ શકે?
આ પ્રશ્નના જવાબ આપતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિટિકલ કેર મેડિસિન, RIMS, રાંચીના પ્રોફેસર અને પ્રમુખ ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય આ પ્રશ્નનું નિરાકરણ આપે છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ.
અમુક દવાની જેને એલર્જી હોય તેવા લોકો કોરોના વેક્સિન લઈ શકે?
ડો.પ્રદીપકુમાર કહે છે કે જેમને દવાઓની સામાન્ય એલર્જી છે, કે કોઈને પેનિસિલીન કે અન્ય દવાથી એલર્જી છે તો આવી સ્થિતિમાં વેક્સિન ના લેવાની કોઈ સુચના નથી. આવા વ્યક્તિ વેક્સિન બિલકુલ લઇ શકે છે.
કોણ કોરોના વેક્સિન ના લઈ શકે?
વેક્સિન ના લેવાની સલાહ કોને કોને આપવામાં આવે છે તેના પર ડોક્ટર કહે છે કે ‘જો વ્યક્તિને હાલમાં કોરોના છે તો તેને વેક્સિન નથી લેવાની. આ ઉપરાંત મોનોક્રોનલ એન્ટીબોડી થેરાપી જેને મળી છે તેમને વેક્સિન ના લેવી જોઈએ. કોઈ પ્રકારની એક્યુટ ઈલનેસ, કીડીની ફેલીયર, મલ્ટી ઓર્ગન ફેલીયર, નીમોનીયાથી પીડાતા કે અન્ય કારણસર હોસ્પિટલમાં ભરતી થયેલા વ્યક્તિ એ પણ વેક્સિન નથી લેવાની. આ સાથે જો કોઈને પહેલાથી clotting abnormalities (ગંઠાઈ જવાની વિકૃતિઓ) એટલે કે લોહીના ગઠ્ઠા, લોહી જાડું કે પાતળું થવાની પહેલાથી સમસ્યા છે તો આવા લોકોને નિષ્ણાતની સલાહ લઈને વેક્સિન લેવાની છે.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું HIV સંક્રમિત અથવા કેન્સરના દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે?
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: બાળકો પર કેમ છે કોરોનાની ત્રીજી લહેરનું વધુ જોખમ? શું રાખવી સાવધાની?