Weight Loss Soup: વજન ઘટાડવા માટે નિયમિત રીતે પી શકો છો દૂધીનો સુપ

વજન ઘટાડવાના આહારમાં આ લીલા શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. તમે વજન ઘટાડવા માટે દેશી સ્ટાઈલ દૂધીના સૂપનું પણ સેવન કરી શકો છો.

Weight Loss Soup: વજન ઘટાડવા માટે નિયમિત રીતે પી શકો છો દૂધીનો સુપ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 4:48 PM

લીલા શાકભાજી ફાઈબર, વિટામિન્સ અને ખનીજથી ભરપુર હોય છે. તંદુરસ્ત જીવનશૈલી અને તંદુરસ્ત આહારમાં દૂધીના સૂપનો પણ સમાવેશ કરી શકાય છે. દૂધી હેલ્ધી શાકભાજી છે. જે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે. આ વિટામિન્સ, ખનિજો, એન્ટીઓકિસડન્ટો અને ડાયેટરી ફાઈબરથી સમૃદ્ધ છે. તે પાચન અને હૃદયને સ્વસ્થ રાખે છે. દૂધી એસિડિટી, અપચો, અલ્સર અને કબજિયાતની સારવાર ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે ઓછી કેલરી ધરાવે છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

આમાં સેચ્યુરેટેડ ફેટ અને કોલસ્ટ્રોલ પણ ઓછું હોય છે. વજન ઘટાડવાના આહારમાં આ લીલા શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. તમે વજન ઘટાડવા માટે દેશી સ્ટાઈલ દૂધીના સૂપનું પણ સેવન કરી શકો છો. ચાલો જાણીએ તેની રેસિપી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

સૂપ માટે સામગ્રી- કાપેલી દૂધી- 1.5 કપ કાપેલા ટામેટા -2 કાપેલી ડુંગળી -1-2 શિમલા મરચુ – 1 કાપેલુ ઓલિવ ઓઈલ – 1 ચમચી જીરુ- અડધી ચમચી મીઠુ સ્વાદઅનુસાર મરી પાઉડર – 1 ચમચી

દેશી સ્ટાઈલ દૂધીનું સુપ બનાવવાની રીત

આ માટે સૌથી પહેલા દૂધી, ડુંગળી,ટામેટા અને શિમલા મરચુ પ્રેશર કુકરમાં બાફી લો. 1-2 સીટી આવે ત્યાં સુધી ત્યારબાદ તમામ ઉકળેલી શાકભાજીને બ્લેન્ડરમાં ભેળવી શકો છો. હવે એક પેનમાં ઓલિવ ઓઈલ નાખો અને જીરુ નાખો.

દૂધીનો ફાયદો દૂધીને અલગ-અલગ ક્ષેત્રમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. તે અલગ-અલગ આકારમાં હોય છે. જેમાં ગોળ,લાંબી અને નાની દૂધી સામેલ છે. તે આયર્ન, વિટામિન્સ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. દૂધી ખાવાના ઘણા ફાયદા છે.

તે શરીરને ઠંડુ રાખે છે. હૃદયને સ્વસ્થ રાખે છે. ઉંઘ ન આવવાની બિમારીમાં પણ મદદ કરે છે. દૂધી ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. હ્રદયને સ્વસ્થ રાખવામાં દૂધી ઘણી ફાયદાકારક છે. સપ્તાહમાં ત્રણ વખત દૂધીનો રસ પીવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે. આ તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Health Tips: પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ 5 વસ્તુનું કરો ખાવાથી રહેશો હેલ્થી અને ફિટ

આ પણ વાંચોભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ ? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

g clip-path="url(#clip0_868_265)">