AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ ? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

ભાદરવો મહિનામાં કેટલીક વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. દહીં તેમાંથી એક છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ ? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
Curd
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 1:09 PM
Share

Curd : હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવો મહિનો શરૂ થયો છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ છઠ્ઠો મહિનો છે. આ મહિનામાં ભગવાન કૃષ્ણ અને ગણેશની પૂજા કરવામાં આવે છે. ભાદરવો મહિનો 23 ઓગસ્ટથી શરૂ થયો અને 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. દહીં આપણા સ્વાસ્થ્ય (Health) માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મહિનામાં દહી ન ખાવું જોઈએ. હા, આ મહિનામાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

એટલું જ નહીં, આયુર્વેદ મુજબ દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું ભાદરવા મહિના (Bhadra Month)માં સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં આ સમયે વરસાદ પડે છે, જો તમે આ સમય દરમિયાન દહીં ખાઓ છો તો કફ જામી જાય છે. આ ઉપરાંત અન્ય રોગોનું જોખમ પણ વધે છે. આની પાછળ વૈજ્ઞાનિક તર્ક (Scientific Logic) પણ છે.

નિષ્ણાતોના મતે, આ સિઝનમાં દહીં વધુ બેક્ટેરિયા ધરાવે છે જે આંતરડા (Intestines)ને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય દહીંમાંથી બનેલી છાશ અને લસ્સીનું પણ સેવન ન કરવું જોઈએ.

આરોગ્યને નુકસાન

આપણે બધા જાણીએ છીએ કે, દહીંમાં ઘણા સારા બેક્ટેરિયા (Bacteria) હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, તે પાચન તંત્રને સુધારવામાં પણ મદદ કરે છે. પરંતુ જ્યારે આ બેક્ટેરિયા વધારે પ્રમાણમાં વધે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેનું સેવન કરવાથી પાચન પર અસર પડે છે અને પેટ સંબંધિત રોગોનું જોખમ વધે છે.

વરસાદી ઋતુમાં દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી ગળામાં દુ:ખાવો અને શરદી (Cold)ની સમસ્યા થઈ શકે છે. સવારે દહીં ખાવાથી જૂના સાંધાનો દુ:ખાવો ફરી શરૂ થઈ શકે છે.

તલ ખાઓ

ભાદરવા મહિનામાં તલનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે ખાદ્યપદાર્થોની ઘણી વસ્તુઓમાં તલનો ઉપયોગ કરી શકો છો. તે તમારી પ્રતિરક્ષા વધારવાનું કામ કરે છે અને તમને રોગોથી દૂર રાખે છે.

ભાગ્યે જ કોઈ હશે જેને દહીં નહીં ભાવતું હોય. દહીં ખુબ અલગ અલગ રીતે અને અલગ અલગ વાનગી સાથે ખવાય છે. લોકો દહીને  સારા સ્વાસ્થ્ય માટે પણ ખાય છે. તમને જણાવી દઈએ કે દહીં સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. દહીં ખાવાથી પાચનક્રિયા વધુ સારી થાય છે અને ત્વચા ચમકે છે. દહીંમાં ભરપુર માત્રામાં વિટામિન્સ (Vitamins) હોવાથી તેના ખુબ ફાયદા છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : ઇંગ્લેન્ડની ટીમ બાદ ચાહકોએ પણ શરૂ કર્યું સ્લેજિંગ, વિરાટ કોહલીની મજાક ઉડાવી, જુઓ video

g clip-path="url(#clip0_868_265)">