Health: ઉનાળામાં શરીરને ઠંડક આપવાની સાથે આ હેલ્ધી ડ્રિંક ડીહાઈડ્રેશનની સમસ્યાને પણ કરશે દૂર

|

Mar 27, 2022 | 7:32 AM

ગુલકંદ ન માત્ર મનને તાજગી આપે છે, પરંતુ તે તમારા પેટ માટે પણ સારું માનવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. જો તમે પણ ઉનાળામાં આનો લાભ લેવા માંગતા હોવ તો તમે ગુલકંદ મૌસ બનાવીને પી શકો છો. જાણો તેની રેસિપી.

Health: ઉનાળામાં શરીરને ઠંડક આપવાની સાથે આ હેલ્ધી ડ્રિંક ડીહાઈડ્રેશનની સમસ્યાને પણ કરશે દૂર
Gulkand Mousse (File Image)

Follow us on

ગુલકંદ (Gulkand) ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને અસરમાં ઠંડુ પડે છે. ઉનાળામાં તે સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. પેટને (Stomach) ઠંડક આપવાની સાથે તે પાચનમાં પણ સુધારો કરે છે અને ગરમીને કારણે એસિડિટી, ગેસ, અપચો, ખાટા ઓડકાર વગેરે જેવી સમસ્યાઓથી બચાવે છે. સાથે જ મનને પણ ફ્રેશ બનાવે છે. સામાન્ય રીતે લોકો ગુલકંદને પાનમાં ઉમેરીને ખાય છે, પરંતુ ઉનાળા  (Summer) દરમિયાન જો તમારે પણ ગુલકંદનો સ્વાસ્થ્ય લાભ મેળવવા હોય તો ઘરે જ ગુલકંદનું આ ડ્રીંક પીવો. આ પીણું તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે, શરીરને ઠંડક આપે છે. ઉનાળામાં જો કોઈ મહેમાન અચાનક તમારા ઘરે આવે તો તમે તેને આ સ્વાદિષ્ટ પીણું પીરસી શકો છો. તેને કેવી રીતે બનાવવી તે અહીં જાણો.

સામગ્રી

500 મિલી ફ્રેશ ક્રીમ, 70 ગ્રામ ગુલકંદ, 150 મિલી દૂધ, બે ટેબલસ્પૂન ઠંડાઈ, 100 મિલી કન્ડેન્સ્ડ મિલ્ક, એક ટેબલસ્પૂન સમારેલા પિસ્તા.

કેવી રીતે બનાવવું

ગુલકંદ મૌસ બનાવવું ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે સૌપ્રથમ દૂધને મિક્સરમાં નાંખો અને તેમાં ઠંડાઈ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી લો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હવે એક બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ઠંડાઈ અને ક્રીમ નાખીને બરાબર મિક્સ કરી લો. જ્યાં સુધી તે સ્મૂધ ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. સ્મૂધ થયા પછી આ મિશ્રણને એક ગ્લાસમાં નાખીને ગુલકંદ અને પિસ્તાથી ગાર્નિશ કરો.

ત્યારબાદ તેને ફ્રીજમાં રાખો. તેને લગભગ એક કલાક માટે રહેવા દો, જેથી તે સારી રીતે ઠંડુ થઈ જાય. ત્યારબાદ ઠંડા ઠંડા પીણાને સર્વ કરો. આ ડ્રીંક પીવાથી શરીરને ઘણી રાહત થશે.

સૂચન

ધ્યાનમાં રાખો કે દૂધ અને ઠંડાઈને ભેળવવા માટે માત્ર ઠંડુ દૂધ જ વાપરો, હૂંફાળું કે ગરમ દૂધ નહીં. જેથી કરીને જ્યારે તમે તેને ફ્રિજમાં રાખો, ત્યારે તે વધુ સારી રીતે ઠંડુ થાય. પિસ્તા સિવાય જો તમે કોઈપણ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવા માગતા હોવ તો કરી શકો છો.

આ પણ વાંચો- Back Pain: શું તમને પીઠનો દુખાવો રહે છે ? તો રાહત માટે અપનાવો આ ઘરેલું ઉપાય

આ પણ વાંચો- Pregnancy Tips: ગર્ભાવસ્થામાં એવોકાડોનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, મળશે આ ફાયદા

Next Article