Health: આ 5 સુપરફૂડ્સ તમને શારીરિક નબળાઈથી રાખશે દુર, ડાયટમાં કરો સામેલ

લોકો તેમની શારીરિક નબળાઈનો (physical weakness) સામનો કરવા માટે વિવિધ પ્રકારની દવાઓ અને ઉપચારનો ઉપયોગ કરે છે. જો કે, તમે રસોડામાં મળતી આ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરીને નબળાઈને દૂર કરી શકો છો.

Health: આ 5 સુપરફૂડ્સ તમને શારીરિક નબળાઈથી રાખશે દુર, ડાયટમાં કરો સામેલ
in physical weakness dont worry we got you covered with 5 superfoods here-(image-social media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 4:45 PM

આ યુગમાં શારીરિક નબળાઈની (physical weakness) સમસ્યા માત્ર વૃદ્ધોને જ નહીં, પરંતુ યુવાનોને પણ અસર કરે છે. મનુષ્યમાં શારીરિક નબળાઈ વિવિધ પરિબળોના પરિણામે હોઈ શકે છે. સખત મહેનત કરવી જરૂરી પોષક તત્ત્વો (Essential nutrients) અને પાણી ન મળવું, ધૂમ્રપાન (smoking) કરવું અને વધુ પડતું કેફીન લેવું એ કેટલાક કારણો છે. જે શારીરિક નબળાઈમાં ફાળો આપે છે. લોકો તેમની શારીરિક નબળાઈઓનો સામનો કરવા માટે દવાઓ અને ઉપચારનો ઉપયોગ કરે છે. જો કે તમે રસોડામાં મળતી આ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરીને નબળાઈને દૂર કરી શકો છો. તો જાણો આ પાંચ વસ્તુઓને…

  • ઈંડા ખાઓ

શરીરના એનર્જી લેવલને વધારવા માટે તમે દરરોજ ઈંડાનું સેવન કરી શકો છો.

  • પનીર લો

જો તમે શાકાહારી (Vegetarian) હોવ તો તમે પનીર, સ્પ્રાઉટ્સ અને બીન્સ પણ ખાઈ શકો છો. આ પ્રોટીનયુક્ત ખોરાક છે. જેમાં નોંધપાત્ર માત્રામાં મેગ્નેશિયમનો સમાવેશ થાય છે, જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  • તમારા આહારમાં ઓટમીલનો કરો સમાવેશ

શરીરને એનર્જી આપવા અને નબળાઈ દૂર કરવા માટે ઓટમીલનું રોજ સેવન કરવું જોઈએ. જો તમે તેને દૂધ સાથે ભેગું કરો તો તે વધુ સારું રહેશે. તમે ઈચ્છો તો મલ્ટીગ્રેન અથવા બ્રાઉન બ્રેડ પણ ખાઈ શકો છો. તમારા શરીરને યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ પ્રાપ્ત થશે અને તમે થોડા જ સમયમાં નબળાઈથી મુક્ત થશો.

  • કેળા ખાઓ

શરીરની નબળાઈને દૂર કરવા માટે કેળા કોઈપણ સ્વરૂપમાં તમારા આહારમાં સામેલ કરવા જોઈએ. તમે ઈચ્છો તો તેને કેળાના શેક તરીકે પણ પી શકો છો. કેળામાં પોટેશિયમ, વિટામિન્સ અને મિનરલ્સ (Vitamins and minerals) વધુ હોય છે. આ તમારા શરીરના ઉર્જા સ્તરને ઝડપથી વધારવામાં મદદ કરે છે.

  • સૂકા ફળો-બીજ લો

શરીરની નબળાઈ સામે લડવા માટે તમારા રોજિંદા આહારમાં ડ્રાયફ્રૂટ્સ અને બીજનો સમાવેશ કરવો જોઈએ. બદામ, પિસ્તા, કોળાના બીજ અને ફ્લેક્સસીડ આમાં મદદ કરી શકે છે. તમારું શરીર તેમાંથી જરૂરી પોષણ મેળવી શકશે અને નબળાઈ દૂર થશે.

  • પૂરતું પાણી પીવો

ખૂબ ઓછું પાણી પીવાથી તમારા શરીરને ડિહાઈડ્રેટ (Dehydrate) થઈ શકે છે અને તમે નબળાઈ અનુભવો છો. પાણી પીતા રહો કારણ કે તે તમને ડિહાઈડ્રેશન ટાળવામાં મદદ કરશે. નબળાઈ દૂર કરવા માટે તમે ગ્રીન અથવા બ્લેક ટી પણ પી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

આ પણ વાંચો: Child Health : બાળકનું વજન વધારવા તેમની ડાયેટમાં અચૂક ઉમેરો આ ફૂડ

આ પણ વાંચો: Health Tips: શરદી ખાંસીની સાથે આ સમસ્યા માટે પણ વરાળ લઈને મેળવી શકાય છે રાહત

g clip-path="url(#clip0_868_265)">