Food Tips : જો તમને પણ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો આ ફૂડ્સને ડાયટમાં સામેલ કરો

|

Mar 27, 2022 | 2:28 PM

Food Tips : ખરાબ જીવનશૈલીને કારણે, સમયસર ઊંઘ ન આવવી એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક હેલ્ધી ફૂડ્સને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી સારી ઊંઘ લેવામાં મદદ મળશે.

Food Tips : જો તમને પણ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો આ ફૂડ્સને ડાયટમાં સામેલ કરો
Healthy Foods Tips (Symbolic Image )

Follow us on

ઘણી વખત ઘણા લોકો તંદુરસ્ત ઊંઘની પેટર્નને અનુસરતા નથી. જેના કારણે તેઓ વારંવાર બીમાર પડે છે. તંદુરસ્ત ઊંઘની પેટર્નને અનુસરવાથી હૃદય રોગ, ડાયાબિટીસ અને વજન વધવાનું (Weight Loss) જોખમ ઓછું થાય છે. જેથી એ મહત્વનું છે કે આપણે સ્વસ્થ આહાર (Healthy Diet)લઈએ અને સારી ઊંઘ લઈએ. સ્વસ્થ જીવનશૈલી, ઊંઘની અછત અથવા રાત્રે ઉચ્ચ કેલરીવાળા ખોરાકનું સેવન સારી ઊંઘની પેટર્નને અવરોધે છે. જેના કારણે તમને સારી ઊંઘ  (Sleep)નથી આવતી. કેટલાક આરોગ્યપ્રદ ખોરાક તમને તમારા જ્ઞાનતંતુઓને શાંત કરવામાં અને તમને સારી ઊંઘ આપવામાં મદદ કરી શકે છે.

જરદાલુ

જરદાલુ સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન બી 6, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ મેલાટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. તે એક પ્રકારનું હોર્મોન છે જે ઊંઘને ​​પ્રોત્સાહન આપે છે. તમે સૂવાના સમયના 30 મિનિટ પહેલાં જરદાલુનું સેવન કરી શકો છો. તમે તેને તમારા રાત્રિ ભોજનમાં સામેલ કરી શકો છો અથવા તેને એક ગ્લાસ ગરમ દૂધ સાથે ખાઈ શકો છો.

દૂધ

આયુર્વેદ અનુસાર એક કપ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. રાત્રે સારી ઊંઘ માટે એક ગ્લાસ ગરમ દૂધ લો. તમે ગરમ દૂધમાં એક ચપટી જાયફળ, કાચી હળદર અથવા અશ્વગંધા પાવડર ઉમેરી શકો છો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેળા

આયુર્વેદ અનુસાર રાત્રે કેળાનું સેવન કરવું ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલું વિટામિન B6 શરીરના સ્નાયુઓને આરામ આપવાનું કામ કરે છે.

બદામ

સારી ઊંઘ માટે તમારે બદામ જરૂર ખાવી જોઈએ. બદામમાં મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન હોય છે. જે સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે. વધુ ફાયદા મેળવવા માટે તમે કેળા સાથે બદામનું સેવન કરી શકો છો.

હર્બલ ચા

તમે કેફીન મુક્ત હર્બલ ચાનું સેવન કરી શકો છો. જે જ્ઞાનતંતુઓને શાંત કરવા માટે જાણીતી છે. તે શરીરના તણાવને ઘટાડવામાં મદદ કરે છે અને સારી ઊંઘ આપે છે. તમે કેમોલી ચાનું સેવન કરી શકો છો. તેમાં એપિજેનિન નામનું ફ્લેવોનોઈડ હોય છે. તે આપણા મન અને શરીરને આરામ આપે છે. સારી ઊંઘ માટે તમે કેમોલી ચાનું સેવન કરી શકો છો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો-

Health: દુધીનો રસ વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ ઓછુ કરવા સુધીના અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે , જાણો તેના ફાયદા

આ પણ વાંચો-

Pineapple for Health: ઉનાળાની સિઝનમાં પીઓ અનાનસનો જ્યૂસ, દૂર થશે આ સમસ્યાઓ!

Next Article