Navratri : નવરાત્રીમાં ગરબા રમવા જાવ છો તો આટલી બાબતોનું જરુર ધ્યાન રાખજો, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક કરો આ કામ
નવરાત્રી દરમિયાન ગરબાનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે અને સમગ્ર સોસાયટી, એપાર્ટમેન્ટ અને કોલોનીમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો રાસ ગરબા રમીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. પણ આજકાલ ઘણા લોકોને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવતા હોય છે, તો કોઈની હાલત ખરાબ થઈ જતી હોય છે ત્યારે આ સમયે તમારે શું કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ.
નવરાત્રી એ મા અંબાનો તહેવાર છે. આ દરમિયાન ગરબાનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે અને સમગ્ર સોસાયટી, એપાર્ટમેન્ટ અને કોલોનીમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો રાસ ગરબા રમીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. પણ આજકાલ ઘણા લોકોને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવતા હોય છે, તો કોઈની હાલત ખરાબ થઈ જતી હોય છે ત્યારે આ સમયે તમારે શું કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ.
ગરબા એ ભક્તિ અને આનંદનો તહેવાર છે. નવરાત્રિના દિવસોમાં, તમામ ગુજરાતીઓ તેમના પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને ગરબાની ધૂન પર નાચવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે ગરબા રમતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.
ગરબા રમતી વખતે શું ધ્યાન રાખવું?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતી વખતે ચક્કર આવે તો તરત જ બાજુ પર બેસી જાઓ. જો તમને ચક્કર આવે અથવા નર્વસનેસ જેવું લાગે તો તરત જ ઊંડા શ્વાસ લો. તમારી આસપાસની વ્યક્તિને તમારી સમસ્યા વિશે જણાવો. જો તમને ગરબા દરમિયાન ચક્કર આવે અથવા નર્વસ લાગે તો તેનાથી કાર્ડિયાક અરેસ્ટ આવવાના સંકેત પણ હોય શકે છે. ગરબા રમ્યા પછી તમે ફ્રુટ્સ અથવા ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો.
ગરબા રમતા લોકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
ગરબા રમતી વખતે તમારા શરીર માંથી પરસેવો નીકળે છે આથી અડધા અડધા કલાકે થોડું થોડું પાણી પીતા રહેવું જો તે લીંબુ પાણી હોય તો તે તમારા શરીરમાં સૌથી સારું છે. આ દરમિયાન તમને રાત્રે ભૂખ પણ લાગી શકે છે ત્યારે બજારનું અન હેલ્દી ખોરાક ખાધા વગર એક કેળું કે ઘરનો થોડો કોરો નાસ્તો લઈ શકો છો. જો તમે કેળું ખાઓ છો તો તે તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપવામાં મદદ કરે છે.
ગરબા રમતી વખતે જો તમને આ લક્ષણો દેખાય તો તરત બાર નીકળી જાઓ
- ગરબા રમતી વખતે ચક્કર આવવા, છાતીમાં ભારેપણું, માથાનો દુખાવો, ઉલટી, પરસેવો, મૂંઝવણ, શ્વાસ લેવામાં તકલીફ લાગે તો તરત જ ગરબા રમવાનું બંધ કરીને બાર જઈ ખુલ્લી હવામાં બેસો. જો લક્ષણો વધુ ખરાબ થાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
- કૃપા કરીને પૂરતું પાણી પીવો. દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું સારું છે. ગરબા રમતી વખતે પાણી કે લીંબુ પાણી કે જ્યુસ પીતા રહો.
- પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક ખાઓ જેમ કે કેળા અથવા નાળિયેર પાણી ગરબા રમવાના 1.5 – 2 કલાક પહેલા જમી લેવું.
- જો તમને કોઈ રોગ છે, તો તમારી સાથેના લોકોને જાણ કરો જેથી જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થાય તો તેઓ તરત જ તમારી મદદ કરી શકે.