Health: અઠવાડિયા કે મહિના સુધી સતાવતી ખાંસીની સમસ્યાને કેવી રીતે કરશો દૂર?

સૂકી ખાંસીમાં સામાન્ય રીતે વ્યક્તિને ખાંસીમાં લાળ આવતી નથી અને ખાંસીથી કર્કશ અવાજ આવે છે. સતત ખાંસી આવે ત્યારે આ અવાજ ખરાબ થાય છે કારણ કે તેમાં લાળ નથી.

Health: અઠવાડિયા કે મહિના સુધી સતાવતી ખાંસીની સમસ્યાને કેવી રીતે કરશો દૂર?
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 11:51 PM

શરદી ખાંસી (cough) એવી બીમારી છે જે કોઈપણ સીઝનમાં થાય છે. જ્યારે કેટલાક લોકોની ઈમ્યુનિટી નબળી હોવાના કારણે તેઓ જલ્દી શરદી ખાંસીની બીમારીમાં સંપડાય છે અને તેઓની આ સમસ્યા જલ્દી પૂરું થવાનું નામ પણ નથી લેતી. જો સતત ખાંસી રહેતી હોય તો એ પણ ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે અને હાલ માં કોરોનાના સમયમાં મોટાભાગના લોકોને લાંબા સમય સુધી ખાંસીની સમસ્યા સતાવી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ દર્દીઓને આ પરેશાનીથી રાહત આપવા માટે એક એવો ઉકેલ શોધી કાઢ્યો છે, જેના કારણે ખાંસીને લીધે રાત્રે તેમની ઊંઘમાં ખલેલ નહીં પડે. આવો જાણીએ કેવી રીતે.

સામાન્ય ખાંસીથી કોરોનાની ખાંસી કેટલી અલગ છે?

સૂકી ખાંસીમાં સામાન્ય રીતે વ્યક્તિને ખાંસીમાં લાળ આવતી નથી અને ખાંસીથી કર્કશ અવાજ આવે છે. સતત ખાંસી આવે ત્યારે આ અવાજ ખરાબ થાય છે કારણ કે તેમાં લાળ નથી. બીજી વસ્તુ જે તેને સામાન્ય ખાંસીથી અલગ બનાવે છે, તે છે કે કોવિડ દરમિયાન ખાંસી થોડા અઠવાડિયા કે મહિનાઓ સુધી રહે છે.

ખાંસીથી રાહત મેળવવા માટે કેવી રીતે સૂવું?

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર જે લોકોને કોરોના સાથે જોડાયેલી ખાંસી હોય તેમણે પીઠ પર સૂવાનું ટાળવું જોઈએ, જે રાહત મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. એવું માનવામાં આવે છે કે તમારી પીઠ પર સૂવાથી તમારા ગળામાં લાળ જમા થઈ શકે છે, જે ખાંસીની સમસ્યા વધારી શકે છે. સૂતી વખતે આપણે એક બાજુ પર સૂવું જોઈએ અને જો તમે પલંગ પર સૂતા ન હોવ તો તમને સીધા બેસવાની સલાહ આપવામાં આવે છે. બીજી રીત છે કે તમારા માથા અને ગરદનને સહેજ ઊંચા કરવા માટે બે ગાદલાનો ઉપયોગ કરો.

આ પણ વાંચો

તમે ઉધરસને દૂર કરવા માટે એક ચમચી મધ અને સાથે હળદર લઈ શકો છો, પરંતુ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મધ ન આપો. જો ઉધરસની સારવાર ન કરવામાં આવે તો સમય જતાં તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. જેમાં તમને વધુ પડતી બળતરા અને ગળામાં સોજો પણ આવી શકે છે. જો ઉધરસ દૂર થતી નથી તો તમારે ફેમિલી ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">