કોરોના બાદ હાર્ટ એટેકના વધ્યા કેસ, AIIMS કરી રહ્યુ છે રિસર્ચ, બે મહિનામાં આવશે ICMRનો રિપોર્ટ

Heart attack case: કોરોના વાયરસના સંક્રમણ બાદ દેશમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાતનો સ્વીકાર કરતા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે ICMRનો રિપોર્ટ બે મહિનામાં આવશે, ત્યારબાદ જ કંઈક નક્કર ખબર પડશે.

કોરોના બાદ હાર્ટ એટેકના વધ્યા કેસ, AIIMS કરી રહ્યુ છે રિસર્ચ, બે મહિનામાં આવશે ICMRનો રિપોર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 8:57 AM

કોરોના મહામારી બાદ દેશમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં ભારે વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે હાર્ટ એટેકના વધતા જતા બનાવને લઈને, સંશોધન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આ સંબંધમાં સંશોધન કરવાનો આદેશ આપ્યો છે. જેને ત્રણ-ચાર મહિનાનો સમય થયો છે બે મહિનામાં તેનો રિપોર્ટ આવશે.

એક મીડિયા સંસ્થાના કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે અમારી પાસે રસીકરણ અને કોમોર્બિડિટી (એકથી વધુ રોગોથી પીડિત દર્દીઓ)નો ડેટા છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) હાર્ટ એટેકથી થતા મૃત્યુના ઉપલબ્ધ ડેટા પર સંશોધન કરી રહી છે, જેના પછી જ કંઈક નક્કર જાણી શકાશે.

આ પણ વાંચોઃ અચાનક આવી જાય હાર્ટ એટેક, તો આ રીતે તરત જ શરુ કરી દો પ્રાથમિક સારવાર

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોના પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુમાં વધારો થયો

સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કામ કરતી સંસદીય સમિતિએ ICMRને આના કારણો શોધવા અને હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુમાં અચાનક થયેલા વધારા અંગે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. જેનું નેતૃત્વ રાજ્યસભાના સાંસદ ભુવનેશ્વર કલિતા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હજી સુધી કોઈ નક્કર પુરાવા નથી. જેના આધારે એવું કહી શકાય કે મૃત્યુ ખરેખર કોરોનાની રસીના કારણે જ થઈ રહ્યા છે… પરંતુ કોરોના પછી જ આવા મૃત્યુ વધ્યા છે.

હોસ્પિટલોમાં હાર્ટ એટેકના કેસમાં 10-15 % વધારો

કોરોના મહામારી બાદથી એવું જોવા મળી રહ્યું છે કે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી ઘણી તસવીરો સામે આવી હતી. જેમાં જોવા મળે છે કે સ્વસ્થ દેખાતા લોકો અચાનક નીચે પડી ગયા અને મૃત્યુ પામ્યા. ગુજરાતમાં ક્રિકેટ રમતા અનેક યુવાનોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. તો સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં જોવા મળ્યું હતું કે, 24 વર્ષીય એક વ્યક્તિનું જિમ કરતી વખતે મોત થયું હતું. સચિન નામના એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું કોલેજ કોરિડોરમાં પડી જતાં અચાનક મોત થયું હતું. એક વ્યક્તિ ઉત્સવમાં નાચતો હતો.. તે ત્યાં પડ્યો અને મૃત્યુ પામ્યો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હોસ્પિટલોમાં હાર્ટ એટેકની ફરિયાદો સંબંધિત દર્દીઓની સંખ્યામાં 10-15%નો વધારો થયો છે.

લાઈફસ્ટાઈલ અને હેલ્થના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

હેલ્થ ન્યૂઝ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">