અચાનક આવી જાય હાર્ટ એટેક, તો આ રીતે તરત જ શરુ કરી દો પ્રાથમિક સારવાર

અચાનક આવી જાય હાર્ટ એટેક, તો આ રીતે તરત જ શરુ કરી દો પ્રાથમિક સારવાર
હાર્ટ એટેક

જાણો હાર્ટ એટેકનાં લક્ષણો અને પ્રાથમિક સારવારથી સંબંધિત આવશ્યક માહિતી. જે થાકી આપ દર્દીની સ્થિતિમાં સુધાર અથવા તેનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી શકો છો.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 09, 2021 | 3:56 PM

ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂર મૃત્યુ મંગળવારે 58 વર્ષની વયે અવસાન થયું. રાજીવનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તબિયત લથડતાની સાથે જ તેનો પરિવાર રાજીવને હોસ્પિટલ લઇને પહોંચ્યો, પરંતુ તેમ છતાં તેમને બચાવી શક્યા નહીં.

ભારતમાં હાર્ટ એટેકના કેસ વધતા જોવા મળી રહ્યા છે. જેમાં નાની ઉંમરના લોકોનો પણ સમાવેશ થાય છે. જો તમારા પરિવારમાં આ રીતની કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તેનાથી બચાવવા શું કરશો? જાણો હાર્ટ એટેકનાં લક્ષણો અને પ્રાથમિક સારવારથી સંબંધિત આવશ્યક માહિતી.

આ હોઈ શકે લક્ષણ છાતી જકડી જવી અથવા તીવ્ર દુખાવો, છાતીમાં દુખાવો, હાથ, જડબા, ગળા, કમર અને પેટમાં ભારે દુખાવો થાય. પરસેવો થવો, ચક્કર આવવા કે ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ, ઉબકા અને ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થાય, ચક્કર આવે વગેરે હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે. કેટલીકવાર પીડા ખૂબ જોરથી થતી હોય છે, તો ક્યારેક હળવી હોય છે. પરંતુ અન્ય લક્ષણોથી, તમે તેનો અંદાજ લગાવી શકો છો.

પ્રાથમિક સારવાર તરીકે શું કરવું 1- તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. જો વ્યક્તિ સભાન હોય, તો તરત જ તેને 300 મિલિગ્રામ એસ્પિરિન આપો. તેનાથી લોહી પાતળું થાય છે. ક્યારેક જાડું લોહી હાર્ટ એટેકનું કારણ હોય છે. પરંતુ તેની સાથે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ.

2- દર્દી બેભાન હોય તો તરત તેને સપાટ જગ્યાએ સુવાડાઓ. તેના નાકના શ્વાસ આંગળીઓથી અથવા કાનથી તપાસો. નાડી પણ તપાસો.

3- જો શ્વાસ અથવા પલ્સ ન આવતી હોય તો તરત સી.પી.આર. આપો. આ માટે તમારા ડાબા હાથને સીધો રાખો અને જમણો હાથ તેની ઉપર રાખો. આંગળીઓ લોક કરી દો. બાદમાં તમારા હાથને દર્દીની છાતીની મધ્યમાં લાવો અને છાતીને દબાવો.

4- યાદ રાખો તમારે દર મિનિટે 100 કોમ્પ્રેશન્સ આપવા પડશે. આવું જ્યાં સુધી દર્દીને ભાન ના આવે કે એમ્બ્યુલન્સ ના આવી જાય ત્યાં સુધી કરવું પડશે.

5- છાતીને દબાવતી વખતે દર 25-30 કોમ્પ્રેશન બાદ દર્દીને મોઢા થાકી ઓક્સિજન આપો. મોઢા થાકી ઓક્સિજન આપતી વખતે વ્યક્તિનું નાક બંધ કરો.

6- કમ્પ્રેશન દરમિયાન દર્દીનું જીવન બચાવવું એ જ પહેલી પ્રાથમિકતા હોય છે. બાકીની સમસ્યાઓનો ઇલાજ હોસ્પિટલમાં કરી શકાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati