Gujarati Video: હાર્ટ એટેકના વધી રહેલા જોખમ મુદ્દે વિધાનસભામાં મહત્વનો નિર્ણય, ધારાસભ્યોના મત વિસ્તારમાં કરાશે CPR તાલીમ કાર્યક્રમની વ્યવસ્થા
Gandhinagar News: છેલ્લા 2 માસમાં રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કેસની સંખ્યામાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા નાની વયના યુવાઓ હાર્ટ એટેકથી ટપોટપ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.
ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના જોખમ સામે હવે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. વધતા જોખમ સામે લડવા માટે વિધાનસભામાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દંડકે તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં CPR તાલીમ કાર્યક્રમની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ સૂચના હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં CPR તાલીમ કાર્યક્રમો યોજાશે. રાજ્યના કુલ 1200 જેટલા તજજ્ઞો 38 મેડિકલ કોલેજોમાં CPR તાલીમ કાર્યક્રમ અંતર્ગત જાણકારી અને માહિતી આપશે.
બે માસમાં હાર્ટ એટેકથી અનેકના મોત
છેલ્લા 2 માસમાં રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કેસની સંખ્યામાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા નાની વયના યુવાઓ હાર્ટ એટેકથી ટપોટપ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. ત્યારે વણસતી જતી સ્થિતિ મામલે હવે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે અને હાર્ટના એટેક સામે સરકારે એક્શન પ્લાન ઘડ્યો છે.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં થયેલી ઘટનાઓ
- તારીખ -24 માર્ચ,2023 સ્થળ મોરબીના હળવદમાંક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી રહેલા યુવા સરકારી કર્મચારીને આવ્યો હતો હાર્ટ એટેક
- તારીખ -18 માર્ચ,2023 સ્થળ-પંચમહાલ જિલ્લાના રજાયતા ગામમાં વરરાજાને ખભે લઈને નાચતા મિત્રનું જ એટેક બાદ મોત થઈ ગયુ હતુ.
- તારીખ – 14 માર્ચ, 2023 સ્થળ – પાટણ 40 વર્ષથી ઓછી ઉંમરના બે સગાભાઈના મોત મોટાભાઈને એટેક આવ્યા બાદ નાનાભાઈનું પણ મોત
- તારીખ – 8 માર્ચ, 2023 સ્થળ – સુરત સુરતના 44 વર્ષિય મુકેશ મેદપરા યોગ કરતા સમયે મોત
- તારીખ – 5 માર્ચ, 2023 સ્થળ- સુરત ઓલપાડના નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ રમતા મોત
- તારીખ – 25 ફેબ્રુઆરી, 2023 સ્થળ – અમદાવાદ અમદાવાદમાં સરકારી કર્મચારી વસંત રાઠોડનું ક્રિકેટ રમતા મોત
- તારીખ – 19 ફેબ્રુઆરી, 2023 સ્થળ – સુરત સુરતના વરાછામાં રહેતા 27 વર્ષિય પ્રશાંત ભરોલિયાને હાર્ટએટેક
- તારીખ – 19 ફેબ્રુઆરી, 2023 સ્થળ – રાજકોટ રાજકોટના જીજ્ઞેશ ચૌહાણને ક્રિકેટ રમતાં છાતીમાં દુઃખાવો, મોત
- તારીખ – 15 ફેબ્રુઆરી, 2023 સ્થળ – રાજકોટ પિતરાઈ બહેનના લગ્ન પ્રસંગે આવેલા ભરત બારૈયાનું મોત
- તારીખ – 7 ફેબ્રુઆરી, 2023 સ્થળ – સુરત કામરેજના કિશન પટેલનું ક્રિકેટ રમતા બેભાન થતાં મોત
- તારીખ – 30 જાન્યુઆરી, 2023 સ્થળ – રાજકોટ બે યુવકોના અલગ અલગ સ્થળે મોત રેસકોર્ટ મેદાનમાં ક્રિકેટ રમી રહેલા રવિ વેગડાનું મોત ફૂટબોલ રમી રહેલા 21 વર્ષિય યુવકનું મોત
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…