Healthy Drinks : ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે આ પાંચ રિફ્રેશિંગ ડ્રિંક્સ પીઓ

|

Mar 28, 2022 | 4:07 PM

ઉનાળામાં એનર્જેટિક રહેવા માટે હાઇડ્રેટિંગ ડ્રિંક્સ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે આ દેશી સુપર ડ્રિંક્સનું સેવન પણ કરી શકો છો. તેનાથી તમારું એનર્જી લેવલ સારુ રહેશે.

Healthy Drinks : ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે આ પાંચ રિફ્રેશિંગ ડ્રિંક્સ પીઓ
Refreshing drinks (File Image)

Follow us on

ઉનાળામાં ડિહાઇડ્રેશન થવુ એક સામાન્ય બાબત છે. ઉનાળાની ઋતુમાં વધુ પડતા પરસેવાને કારણે શરીરમાંથી ઘણા હાઇડ્રેશન (hydration) મિનરલ્સ નીકળી જાય છે, જેનાથી ડિહાઇડ્રેશન થાય છે. આવી સ્થિતિમાં, આપણે પોતાને હાઇડ્રેટ રાખવા માટે પાણી અથવા અન્ય કોઈપણ આરોગ્યપ્રદ પીણાંનું (Healthy Drinks)સેવન કરવુ જોઇએ. ઉનાળાની ઋતુમાં, તમે છાશ, કેરીનો બાફલો, નારિયેળ પાણી અને બેલ શરબત જેવા ઘણા હેલ્ધી પીણાં ((hydrate) )નું સેવન કરી શકો છો. આ પીણાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. તે વિટામિન્સ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે તમને ઊર્જાવાન રાખવા માટે કામ કરે છે.

છાશ

દહીં, શેકેલું જીરું પાવડર, મીઠું અને શેકેલી હિંગને ભેળવીને છાશ બનાવવામાં આવે છે. આ એક પ્રોબાયોટિક પીણું છે. તે શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. છાશ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

કેરીનો બાફલો

કેરીનો બાફલો એક આરોગ્યપ્રદ અને લોકપ્રિય પીણું છે. ઉનાળામાં તેનું ખૂબ સેવન કરવામાં આવે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીનો બાફલો લીલી કેરી, જીરું, ફુદીનો, મીઠું, ગોળ વગેરેમાંથી બનાવવામાં આવે છે. તે વિટામિન A, B1, B2, C અને પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર છે. તે ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

નાળિયેર પાણી

નારિયેળ પાણી ખૂબ જ આરોગ્યપ્રદ પીણું છે. ઉનાળામાં તેનું સેવન શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તે પોષણથી ભરપૂર છે. આ પીણું ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ અને પોટેશિયમથી ભરપૂર છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સનો એક મહાન સ્ત્રોત પણ છે. તે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.

બિલાનો શરબત

બિલાનો શરબત એક સારુ ડિટોક્સ પીણું છે. તે શરીરને ઠંડુ અને તાજું રાખવાનું કામ કરે છે. તેનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે. તે તમારા શરીરને ખૂબ ઠંડક આપે છે. તે ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તે તેના ઠંડકના ગુણોને કારણે ઉનાળા માટે આરોગ્યપ્રદ પીણું છે. આ સિવાય બિલાનું શરબત પચવામાં સરળ છે. તે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.

સત્તુ પીવો

સત્તુ આપણું દેશી સુપરફૂડ છે. તે ઊર્જાનું પાવરહાઉસ છે. તેમાં આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય સત્તુમાં અદ્રાવ્ય ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો-

Health Care : હજી પણ તમારી ઓફિસ વર્ક ફ્રોમ હોમ મોડમાં ચાલી રહી છે તો આરોગ્ય બાબતે આ વાતોનું રાખજો ધ્યાન

આ પણ વાંચો-

Blood Sugar : આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા મદદરૂપ સાબિત થશે “ઇન્સ્યુલિન પ્લાન્ટ”, આયુર્વેદમાં પણ છે ઘણું મહત્વ

Next Article