Health Tips : હાડકાં મજબૂત કરવા માટે આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરો

ડાયટમાં પૌષ્ટિક તત્વોના અભાવને કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે. ઘણી વખત ખોરાકમાં કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોના અભાવને કારણે હાડકાં નબળા પડવા લાગે છે.

Health Tips : હાડકાં મજબૂત કરવા માટે આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરો
Health Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 2:50 PM

Health Tips : શરીરને સ્વસ્થ (Healthy) રાખવા માટે હાડકાં મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. તે આપણા શરીરને આકાર, સરંચનાને સપોર્ટ કરે છે. નબળા હાડકાં (Weak bones)નું કારણ ઓસ્ટીયોપોરોસિસ, રિકેટ્સ, બોન કેન્સર, બોન ઈન્ફેક્શન સહિત અનેક રોગો હોઈ શકે છે.

વૃદ્ધાવસ્થા (Old age)માં હાડકાં નબળા પડવા સામાન્ય છે, પરંતુ ક્યારેક પોષક તત્ત્વોના અભાવે તમારા હાડકાં નબળા પડી જાય છે. આ કારણે શરીરની વૃદ્ધિ પણ અટકી જાય છે.

હાડકાંને મજબૂત રાખવા માટે સ્વસ્થ આહાર, સ્વસ્થ જીવનશૈલી (Healthy lifestyle) અને શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય અમે તમને કેટલીક ખાદ્ય ચીજો વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી હાડકા મજબૂત રાખી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બદામ

મુઠ્ઠીભર બદામ (Almonds)નું સેવન હાડકાંની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અખરોટ, બદામ અને બ્રિઝલ નટ્સ સહિત ઘણા નટ્સ ઉપલબ્ધ છે. નટ્સમાં કેલ્શિયમ, એન્ટીઓકિસડન્ટ, ઓમેગા -3 ફેટી એસિડ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

સોલ્મોન

ચરબીવાળી માછલી (Fish)ઓ સ્વસ્થ ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે. તે તમારા શરીર માટે જરૂરી વિટામિન ડીને પરિપૂર્ણ કરવામાં મદદ કરે છે. ઓમેગા -3 અને વિટામિન ડી બંને હાડકાના સ્વાસ્થ્ય અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે, તેથી તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.

દૂધ

દૂધ (Milk)એક સુપર ફૂડ છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. તમે સવારે નાસ્તામાં દૂધનું સેવન કરી શકો છો. આ સિવાય ઓટ્સ સાથે સ્મૂધી તરીકે તેનું સેવન કરી શકાય છે.

ઇંડા

ઇંડા (Eggs) સસ્તા અને સરળતાથી મળે છે, તે પોષક તત્વોથી ભરપૂર છે. ઇંડામાં પ્રોટીન હોય છે. શરીરમાં પ્રોટીનનો અભાવ હોવાના કારણે હાડકાંના વિકાસમાં સમસ્યા પણ ઉભી થઈ શકે છે. તમે તેને સરળતાથી ડાયટમાં સામેલ કરી શકો છો. તમે ઓમેલેટના રૂપમાં ખાઈ શકો છો.

પાલક

પાલક વિટામિન કેથી ભરપુર હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. લીલા શાકભાજી માત્ર હાડકાં માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે તમે આહારમાં કેળા, લીલા શાકભાજી, સલગમ વગેરેનો સમાવેશ કરી શકો છો.

આ પણ વાંચો : Paralympics : ભારતીય બેડમિન્ટનની ટીમ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે રવાના થઈ, કોચે કહ્યું 5 મેડલ જીતીને આવશું

g clip-path="url(#clip0_868_265)">