AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને પણ છે જમ્યા બાદ તુરંત પાણી પીવાની આદત? તો ચેતી જજો: જાણો તેનાથી થતા નુકશાન વિશે

Health Tips: જમ્યા બાદ તમને પણ પાણી પીવાની આદત હશે. પરંતુ શું તમે જાણો છો આ આદતથી ઘણું નુકસાન થઇ શકે છે. ચાલો આજે તમને એના વિશે જણાવીએ.

શું તમને પણ છે જમ્યા બાદ તુરંત પાણી પીવાની આદત? તો ચેતી જજો: જાણો તેનાથી થતા નુકશાન વિશે
Water (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 9:34 AM
Share

Health Tips: આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે જમ્યા બાદ તરત પાણી ન પીવું જોઈએ. પરંતુ એ પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે. આયુર્વેદમાં (Ayurveda) આપના રોજીંદા જીવનને લઈને ઘણા નુસ્ખા જણાવવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર જમ્યા પછી પાણી પીવાથી (Water after diet) ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. જમ્યાના 40 મિનિટ પહેલાં અથવા જમ્યાના એકથી બે કલાક પછી પાણી પીવું જોઈએ.

આ કોઈ નવી વાત નથી પરંતુ ખુબ કારાગાર નુસ્ખો છે. પહેલા પણ આપે જમ્યા બાદ તરત પાણી ના પીવાની સલાહ સાંભળી હશે. પરંતુ તેનું પાલન સરળ નથી. ઘણા લોકો જમતા સમયે પાણી પિતા હોય છે. તેમજ જમ્યા બાદ તરત પાણી પિતા હોય છે. પાણી પીધા બાદ સારું ફિલ થતું હોય છે એમાં કોઈ બેમત નથી. પરંતુ આ પાચન ક્રિયા માટે નુકશાનકારક છે. મોટેભાગે આ આદતના કારણે ગેસ, એસીડીટી જેવી સમસ્યા થતી હોય છે. આથી જમ્યાના ઓછામાં ઓછા 30 મિનીટ કે એક કલાક બાદ પાણી પીવું જોઈએ.

જમ્યા બાદ તરત પાણી કેમ ના પીવું જોઈએ?

જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા કમજોર થઇ જતી હોય છે. પાણીની તાસીર ઠંડી છે, આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સુલિનનું લેવલ વધી શકે છે. પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ બદલી દે છે. આ કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે. ભોજન બાદ લેવામાં આવતું પાણી એન્જાઈમ અને એસીડના કારણે ખોરાકમાં થવા વાળી ક્રિયામાં અવરોધ પેદા કરે છે. આ કારણે જમ્યા બાદ પાણી ના પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરને ખોરાકના ન્યુટ્રેશન ને શોષી માટે અડધા કલાકની જરૂર પડે છે.

જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટિક એનર્જી ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી. અને આ કારણે પેટમાં ગેસ, એસિડિટી જેવા રોગો ઘર કરી જાય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષાત તત્વોને પચવા માટે સમય આપવો જોઈએ. જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી.

આ પણ વાંચો: Health Tips: શિયાળામાં આ વસ્તુઓ સાથે ગોળ ખાવાથી તમારુ સ્વાસ્થ્ય રહેશે સારુ

આ પણ વાંચો: Roasted Gram : શિયાળામાં રોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">