Health Tips : આરોગ્યલક્ષી ફાયદાઓ મેળવવા યોગ્ય રીતે યોગ કરવા છે જરૂરી

સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત શરીર માટે આપણે યોગા અને કસરત કરતા હોઈએ છીએ. પણ યોગ કરવાની પણ એક રીત હોય છે. જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો જ તેના ફાયદા મળી શકે છે.

Health Tips : આરોગ્યલક્ષી ફાયદાઓ મેળવવા યોગ્ય રીતે યોગ કરવા છે જરૂરી
Health Tips: To get health benefits, it is necessary to do yoga properly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 7:27 AM

યોગાભ્યાસ આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. રોજ 10 થી 15 મિનિટ સુધી કરવામાં આવેલ યોગ અનેક શારીરિક અને માનસિક વિકારને દૂર કરવામાં પણ સહાયક બને છે. જોકે યોગ વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને બંધારણને ધ્યાનમાં રાખીને તેમજ કેટલાક નિયમોનું પાલન કરીને કરવા જોઈએ. જો આ ધ્યાન રાખવામાં ન આવે તો યોગના ફાયદાને બદલે નુકશાન થઇ શકે છે.

સામાન્ય રીતે સવાર સાંજ એમ ક્યારેય પણ તમે આસન કરી શકો છો. જોકે ભરપેટ ભોજનના 3-4 કલાક પછી હળવો નાસ્તો કર્યાના કલાક પછી, ચા-છાશ જેવું પીણું લેવાના અડધા કલાક પછી આસન કરવું સારું રહેશે. જો યોગ કરવાના સમયનું ધ્યાન રાખવામાં આવે તો પરિણામ સારું મળે છે.

કોણ કરી શકે છે ? કોણ ન કરી શકે ? પ્રેગ્નન્સીમાં અઘરા આસન અને કપાલભાતિ ક્યારેય ન કરવા જોઈએ. મહિલાઓએ પીરિયડ્સ દરમ્યાન, નોર્મલ ડિલિવરીના 3 મહિના સુધી અને સિઝેરિયન ઓપરેશનના 6 મહિના સુધી યોગ ન કરે એ ઇચ્છનીય છે. કમરમાં દુખાવો થતો હોય તો આગળ નહીં, પાછળ ઝૂકી શકો છો. જો હર્નિયા હોય તો પાછળ ન ઝુકો. હાર્ટની બીમારીવાળા દર્દીઓએ યોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સામાન્ય રીતે યોગાસન શરીરને શક્તિ, ઉર્જા અને સક્રિયતા પ્રદાન કરે છે. મનમાં ઉત્પ્ન્ન થતા નકારાત્મક વિચારોને શાંત કરીને હકારાત્મક દિશા પ્રદાન કરે છે. ચીડિયાપણું દૂર કરે છે. લોહીનું પરિભ્રમણ સુધારે છે અને જે રક્તવાહિનીઓ સારી રીતે કામ ન કરતી હોય તેની સ્થિતિ સુધારે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કઈ રીતે કરવા યોગ ? યોગ કરતી વખતે શરીરને શિથિલ રાખો. ઝટકાથી આસન ન કરો. સરળતાથી જેટલું કરી શકો તેટલું જ કરો. ધીરે ધીરે પ્રેક્ટિસ વધારો. યોગ હંમેશા ધ્યાનથી અને મૌન રાખીને કરવા. થાક લાગ્યો હોય, જયારે તમે બીમાર હોવ કે ઉતાવળમાં હોવ ત્યારે યોગ ન કરવા જોઈએ. યોગની 30 મિનિટ પછી જ કંઈક ખાવું જોઈએ. યોગના પરિણામ આવવામાં સમય લાગશે. માટે રિઝલ્ટ માટે ઉતાવળ ન કરવી.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો :

Hair and Skin Care Tips : લીમડાનું પાણી અને પેસ્ટ બન્ને છે ત્વચા અને વાળ માટે ગુણકારી, જાણો કેવી રીતે ?

Hair Care : કર્લી વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે આ હોમમેડ જેલ લગાવો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">