AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: જાણો છો, શિયાળામાં તલ-ગોળના લાડુ ખાવાથી શરીર મજબૂત બને છે

શિયાળામાં શરદી, ઉધરસ અને અન્ય રોગના આગમન સાથે, એવા વિકલ્પોની શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે સ્વાદ તો આપે પણ શરીરનું રક્ષણ કરે અને તેને મજબૂત બનાવે.

Health Tips: જાણો છો, શિયાળામાં તલ-ગોળના લાડુ ખાવાથી શરીર મજબૂત બને છે
Health tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:45 PM
Share

દેશમાં ઓમિક્રોન(Omicron)ના આગમન સાથે ત્રીજી લહેરની અટકળો પણ વધી છે. બધા જ લોકો પોતાના પરિવારોની સલામતી અને સ્વાસ્થ્ય(Health) બરાબર હોવાની ખાતરી કરવા ઇચ્છતા હોય છે. આપણામાથી મોટા ભાગના લોકો એ હકીકતના પણ જાણકાર છે કે શરીરનું સ્વસ્થ હોવુ પૂરતું નથી. રોગપ્રતિકારક શક્તિ શરીરને હાનિકારક સૂક્ષ્મ જીવો(Micro-organisms)થી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે શિયાળામાં ખવાતી તલ(Sesame) અને ગોળ(jaggery)ના લાડુની વાનગી તમારા સ્વાદને તૃપ્તિ આપવાના સાથે શરીરને મજબુત બનાવવામાં ખૂબ જ મદદ કરશે.

શિયાળા માટે ટોચની વાનગીઓની વાત કરીઓ તો તે પૈકીની બે વસ્તુ તલ અને ગોળ છે. મીઠાના શોખીન લોકોએ તો આ વાનગી વિશે જાણવું જ જોઇએ જેને શિયાળાની વાનગી તરીકે ઓળખવામાં આવે છે. શિયાળામાં આ બંને વસ્તુઓનું સેવન સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાઓ આપે છે.

મકરસંક્રાતિમાં બનાવવાની પરંપરા

તલ અને ગોળના લાડુ શિયાળામાં ખવાતા હોય છે. તે મોટાભાગે દેશના ઉત્તરીય પ્રદેશોમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મીઠાઈ તરીકે ખાવામાં આવે છે. ગુજરાતમાં પણ મકરસંક્રાંતિના તહેવાર પર તે ખાસ બનાવવામાં આવે છે.

તલ અને ગોળના ફાયદા

તલમાં હાજર તેલ શરીરને ગરમી આપવાનું મુખ્ય કાર્ય કરે છે અને શરીરના આંતરિક તાપમાનને ઘટતું અટકાવે છે. શરીરમાં હાજર ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.તલમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે, વાળની ​​ગુણવત્તામાં વધારો કરે છે અને ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખે છે.વધુમાં, ગોળ આખા શરીરને સાફ કરે છે, પાચનમાં સુધારો કરે છે અને શરીરને જરૂરી માત્રામાં આયર્ન પૂરું પાડે છે અને એનિમિયાને અટકાવે છે.

ડાયબિટીસના દર્દીઓએ ન લેવુ જોઇએ

જો કે ગોળએ ખાંડનો સારો વિકલ્પ હોવાના સાથે ગળપણવાળુ તત્વ તો છે જ, જેથી તેનું ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ કારણ કે તે સુગર લેવલને બગાડી શકે છે અને વજનમાં પણ વધારો કરી શકે છે.

ગોળનું વધુ પડતું સેવન કરવાથી કબજિયાત અને પેટ ખરાબ થઈ શકે છે. તલનું વધુ પડતું સેવન ખાંડનું સ્તર પણ બગાડી શકે છે અને તેને ઘટાડી શકે છે, તેથી તેના વપરાશની માત્રા પર દેખરેખ રાખવી જરૂરી છે. નહિંતર, તલ-ગોળ આવનારી સિઝન માટે સૌથી પ્રિય સ્વીટ ડીશ છે.

આ પણ વાંચોઃ શું તમે તમારી સંપત્તિ અને જવાબદારીઓનું વિલ બનાવ્યું છે? તમારો વૈભવ પરિવારનો કંકાસ બને તે પહેલા આ દસ્તાવેજ તૈયાર કરો

આ પણ વાંચોઃ Ahmedabad : સિંહોના અકાળે મૃત્યુ કેસમાં રેલવે વિભાગનો હાઈકોર્ટમાં દાવો, ગીર અભ્યારણમાં બ્રોડગેજ રેલવે લાઇનનો પ્લાન પડતો મૂકાયો

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">