સાવચેતી: આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવી જોઈએ કોફી, પરિણામ આવી શકે છે ઘાતક

ઘણા લોકોએ કોફી ખુબ પ્રિય હોય છે. તેમજ ઘણાને વધુ કોફીની ટેવ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોએ કોફી ન પીવી જોઈએ?

સાવચેતી: આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવી જોઈએ કોફી, પરિણામ આવી શકે છે ઘાતક
Health Tips- People with this health problem should not drink coffee
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Oct 06, 2021 | 5:24 PM

જે લોકો કોફીના શોખીન હોય છે તેઓને તેની લત લાગી જાય છે, આવી સ્થિતિમાં તેમને એક સમયે કોફી પીવાનું મન થાય છે. જો તમે પણ કોફી પીવાના શોખીન છો, તો ચોક્કસપણે જાણો કે કઈ પરિસ્થિતિઓમાં કોફી પીવી તમારા માટે હાનિકારક હોઈ શકે છે.

માઈગ્રેનની સમસ્યામાં ના પીવો કોફી

જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો તમારે ભૂલથી પણ કોફી ન પીવી જોઈએ. કોફીમાં કેફીન મોટી માત્રામાં જોવા મળે છે, જે મગજની ચેતાના કામમાં દખલ કરે છે. આને કારણે, રક્ત પરિભ્રમણ ધીમું થવા લાગે છે અને માઇગ્રેનનો દુખાવો શરૂ થાય છે. વિવિધ સંશોધનો એ પણ સમજાવે છે કે કેફીનયુક્ત પીણાં આધાશીશીને કેવી રીતે ટ્રિગર કરે છે.

હાઇ બીપીના દર્દી

જો તમે હાઈ બીપીના દર્દી છો તો તમારે કોફી ન પીવી જોઈએ. કોફી બ્લડ પ્રેશરનું સ્તર વધારવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સિવાય કોફી સ્ટ્રેસ વધારે છે, જેના કારણે બીપી અનિયંત્રિત થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ

ઘણા નિષ્ણાતો માને છે કે ડાયાબિટીસના દર્દીઓએ પણ કોફી પીવાથી દૂર રહેવું જોઈએ કારણ કે કોફીનો વધુ પડતો વપરાશ ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ બીપીનું જોખમ વધારે છે. આ સિવાય જે લોકોનું બ્લડ સુગર અનિયંત્રિત રહે છે, તેમણે કોફી પીવાનું ટાળવું જોઈએ, નહીં તો તેમની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ગર્ભવતી મહિલાઓએ

જો તમે ગર્ભવતી હોવ તો પણ તમારે કોફીનું સેવન ન કરવું જોઈએ. કેફીન તમારા શરીરમાં રક્ત પરિભ્રમણને અસર કરે છે. આ કારણે ઘણી વખત ગર્ભને લોહીનો પુરવઠો યોગ્ય રીતે થતો નથી. આ બાળકના વિકાસને અવરોધે છે.

સ્ટ્રેસની સમસ્યામાં

જો તમને સ્ટ્રેસની સમસ્યા હોય તો તમારે કોફી વિશે પણ વિચારવું ન જોઈએ. નિષ્ણાતોના મતે, વધારે પડતી કોફી પીવાથી શરીરમાં કોર્ટીસોલ હોર્મોન અનિયંત્રિત થઈ જાય છે. આ તણાવ ઉશ્કેરે છે, જે તમારા માટે સમસ્યા વધારે વધારે છે.

આ પણ વાંચો: ના કરતા આ ભૂલ: તળેલા તેલનો ફરી ઉપયોગ કરવામાં થઈ શકે છે આવી બીમારીઓ, જાણો ફરી યુઝ કરવાની યોગ્ય રીત

આ પણ વાંચો: Health Tips : શું તમે જાણો છો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા? જાણીને તમે પણ શરુ કરી દેશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati