Health Tips : 40 વર્ષની ઉંમરે પુરુષોએ અવગણવા ના જોઈએ આ લક્ષણો, પરિણામ આવી શકે છે જોખમી

40 વર્ષ બાદ ઉંમરની અસર જોવા મળે છે. આ સમયે સમયસર આરોગ્યની કાળજી લેવામાં ન આવે, તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર દેખાવા લાગશે. જાણો વધુ માહિતી.

Health Tips : 40 વર્ષની ઉંમરે પુરુષોએ અવગણવા ના જોઈએ આ લક્ષણો, પરિણામ આવી શકે છે જોખમી
Health Tips: know the heath sign which 40s men should not ignore
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 10:57 PM

આપણે બધાએ આ કહેવત સાંભળી છે કે ‘હેલ્થ ઇઝ વેલ્થ’ જે જણાવે છે કે સ્વાસ્થ્ય કેટલું મહત્વનું છે. તેથી, લોકોએ રોગથી બચવા માટે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે. પરંતુ વધતી ઉંમર સાથે શરીરની ચેપ અને કોઈપણ પીડા સહન કરવાની ક્ષમતા ઘટે છે. જો સમયસર આરોગ્યની કાળજી લેવામાં ન આવે, તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર દેખાવા લાગશે. તેથી, તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત વૃદ્ધાવસ્થાના લક્ષણોને ઘટાડી શકે છે.

વૃદ્ધત્વ એક કુદરતી ઘટના છે અને તેને જલ્દી આવતું રોકવા માટે આપણે થોડું કરી શકીએ છીએ. જોકે, કેટલાક ઉપાયો કરીને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. 30 વર્ષની ઉંમરે, શરીર જુવાન દેખાય છે, પરંતુ 40 વર્ષની ઉંમરે, શરીર બદલાવાનું શરૂ કરે છે. ખાસ કરીને જો આ લક્ષણો 40 વર્ષની ઉંમરે પુરુષોમાં જોવા મળે છે, તો પછી તેને અવગણવાની ભૂલ ન કરો. ચાલો આ લક્ષણો વિશે જાણીએ.

અચાનક વજનમાં વધારો અને ઘટાડો

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જો અચાનક વજન ઘટ્યું હોય અથવા વજન વધ્યું હોય અને તમને ખાતરી ન હોય કે તમારા શરીરમાં આ ફેરફાર કેમ આવ્યો છે, તો તમારે તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઉદાહરણ તરીકે ડાયાબિટીસ વજન ઘટાડી શકે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ અને બિનઆરોગ્યપ્રદ ચરબી ઝડપી વજન વધારવા તરફ દોરી જાય છે. તેથી, તમારે સમયાંતરે સુગર લેવલ, કોલેસ્ટ્રોલ ચેક કરતા રહેવું જોઈએ.

છાતીમાં બળતરા

ક્યારેક ખાટું ખાવાથી અથવા પાચનની સમસ્યાને કારણે બળતરા થઈ શકે છે. જો કે, જ્યારે આ વારંવાર થાય છે, તેનો અર્થ એ છે કે તમે તેના પર ધ્યાન આપો અને ડોક્ટરનો સમ્પર કરો. બળતરા નબળા હાર્ટ હેલ્થનું કારણ બની શકે છે.

વારંવાર માથાનો દુખાવો

જો તમને વારંવાર માથાનો દુખાવો થવાની સમસ્યા હોય, તો તરત જ ડોક્ટરને મળો. કારણ કે વધતી ઉંમર સાથે, શરીરમાં ઘણા ફેરફારો થાય છે. કોઈપણ પ્રકારના ગંભીર રોગના જોખમને રોકવા માટે, ચોક્કસપણે નિષ્ણાતોની સલાહ લો.

સાંધાનો દુખાવો

સાંધાનો દુખાવો એટલે કે તમારું શરીર દિવસે દિવસે નબળું પડી રહ્યું છે. કોઈપણ પ્રકારની સમસ્યા ટાળવા માટે, ડોક્ટરની સલાહ લો જેથી તમે યોગ્ય સમયે સારવાર મેળવી શકો.

વારંવાર પેશાબ આવવો

જો તમને તમારા પેશાબને નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવે છે અને દિવસમાં ઘણી વખત વોશરૂમમાં જાઓ છો, તો આ એક મહત્વપૂર્ણ ચેતવણી સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લો.

પીઠનો દુખાવો

જો તમને ગરદનથી કમર સુધી અસહ્ય દુખાવો હોય, તો તેનો અર્થ એ કે તમારી કરોડરજ્જુના હાડકાં નબળા પડી રહ્યા છે. તે આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તેથી, કોઈપણ પ્રકારની બેદરકારી જોખમી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Health Tips : જાણો કેળાના પાન પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?

આ પણ વાંચો: Health Tips: ઈંડાના શોખીન થઈ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ના બની જાય ઈંડાની આડઅસરો!

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">