AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : હીમોગ્લોબિનને જાળવી રાખવા ડાયટમાં સામેલ કરો આ ફુડ, રહેશો હેલ્ધી અને ફીટ

આપણા શરીરને તમામ પોષક તત્વોની આવશ્યકતા હોય છે. શરીર (Body)ને સ્વસ્થ રાખવા માટે તમામ પોષક તત્વોની માત્રા સંતુલિત હોવી જોઈએ. પોષક તત્વોની ખામી અને વધુ માત્રા હોવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. શરીર (Body)માં હીમોગ્લોબિન(Hemoglobin)ની માત્રા યોગ્ય હોવી જોઈએ.

Health Tips : હીમોગ્લોબિનને જાળવી રાખવા ડાયટમાં સામેલ કરો આ ફુડ, રહેશો હેલ્ધી અને ફીટ
Health Tips Include this food in your diet to maintain hemoglobin stay healthy and fit
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 1:25 PM
Share

Health Tips : શરીરમાં લોહી (Blood)ની ઉણપના કારણે અનેક બીમારીઓ થઈ શકે છે. હીમોગ્લોબિન (Hemoglobin)ના સ્તરને નિયંત્રિતમાં રાખવા માટે તમારા ડાયટ (Diet)માં આ વસ્તુઓ સામેલ કરી શકો છો.

આપણા શરીરને તમામ પોષક તત્વોની આવશ્યકતા હોય છે. શરીર (Body)ને સ્વસ્થ રાખવા માટે તમામ પોષક તત્વોની માત્રા સંતુલિત હોવી જોઈએ. પોષક તત્વોની ખામી અને વધુ માત્રા હોવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. શરીર (Body)માં હીમોગ્લોબિન(Hemoglobin)ની માત્રા યોગ્ય હોવી જોઈએ. તે આયરનથી બનેલ હોય છે અને ઑક્સિજન (Oxygen)ને રેડ બ્લડ સેલ્સમાં પહોચાડવાનું કામ કરે છે. તેની ઉણપથી અનેક બીમારીઓ થઈ શકે છે. આ માટે જરુરી છે કે, શરીરમાં હીમોગ્લોબિનની માત્રા નિયંત્રિત રહે, જેના માટે એ જાણવું જરુરી છે કે, પુરુષો અને મહિલાઓમાં હીમોગ્લોબિન(Hemoglobin)ની માત્રાનું પ્રમાણ કેટલું હોય છે.

પુરુષોને સરેરાશ 13.5થી  17.5 ગ્રામ પ્રતિ 100 મિલીલીટર હીમોગ્લોબિન(Hemoglobin)ની જરુર હોય છે. જ્યારે સ્ત્રીઓને પ્રતિ 100 મિલીલીટરમાં 12 થી 15.5 ગ્રામની જરુર  હોય છે. આવો જાણીએ કે, આહાર(Diet)માં કઈ વસ્તુઓ સામેલ કરવાથી હીમોગ્લોબિનનું સ્તર જાળવી શકાય છે.

તરબૂચ

ઉનાળામાં તરબૂચો શરીર માટે ફાયદાકારક છે. તરબૂચ ખાવાથી હીમોગ્લોબિન(Hemoglobin)ની ઉણપ થતી નથી. તરબૂચ(Watermelon)માં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે અને તે આયરનની ઉણપને દુર કરવામાં મદદ કરે છે. આ સિવાય શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તરબૂચ ખાવાથી તમે હેલ્ધી અને સ્વસ્થ રહો છો.

લીલા શાકભાજી

ડાયટમાં  પાલક અને અન્ય લીલા શાકભાજી ખાવા જોઈએ, તે આયરનનો મુખ્ય સ્ત્રોત છે જે તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે. આ વસ્તુઓનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા થતી નથી.

ખાટા ફળો

તમે તમારા આહારમાં સંતરા , લીબું, દ્રાક્ષ વગેરેનું સેવન કરી શકો છે. જે વિટામીન C નો મુખ્ય સ્ત્રોત છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિન જળવાઈ રહે છે. ખાટા ફળો સ્વાસ્થય (Health) માટે ફાયદાકારક છે.

દાડમ

દાડમ આયરન, કેલ્શિયમ, ફાયબર અને અન્ય પોષક તત્વોથી ભરપુર હોય છે જે લોકોને લોહીની અછત હોય છે તેને દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ફળ સતત ખાવાથી હોમોગ્લોબિન (Hemoglobin)જળવાઈ રહે છે.

ખજૂર

ખજૂરમાં અનેક પોષક તત્વો હોય છે. જે હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં આયરનની ભરપુર માત્રા હોય છે જે રેડ બ્લ્ડ સેલ્સને કાઉંટને વધારવામાં મદદ કરે છે.

બીજ

તમે ડાયટ (Diet)માં કોળાના બીજ, ચિયા અને અળસીના બીજ,બદામ, કાજુ અને મગફળીનો સમાવેશ કરી શકો છો. આ વસ્તુઓમાં આયરનની ભરપુર માત્રા હોય છે. જે શરીરમાં આયરનને શોષી લેવામાં મદદ કરે છે અને હીમોગ્લોબિન(Hemoglobin)ના લેવલને નિયંત્રિત રાખે છે.

આ પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં વરસાદે તબાહી મચાવી, રસ્તાઓ નદીમાં ફેરવાયા

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">