Health Tips : કસરત કરવાની ઇચ્છા છતા આવે છે આળસ ? આ ટેવો અપનાવો અને બનો સ્વસ્થ

|

Jan 18, 2022 | 7:11 AM

જો તમને કસરત કરવામાં ખૂબ આળસ લાગે છે તો કેટલીક સારી ટેવોને અનુસરીને તમે તમારી જાતને ફિટ રાખી શકો છો. આ સરળ હેલ્ધી ટેવો ફોલો કરો.

Health Tips : કસરત કરવાની ઇચ્છા છતા આવે છે આળસ ? આ ટેવો અપનાવો અને બનો સ્વસ્થ
Health Tips (Symbolic Image)

Follow us on

સ્વસ્થ (Healthy) રહેવા માટે તમારે સમય, શક્તિ અને ધીરજની જરૂર છે. જીવનશૈલી (Lifestyle)માં નાના ફેરફારો કરીને તમે ફિટ રહી શકો છો. જો કે આ આદતોથી માત્ર એક જ દિવસમાં ફરક નહીં જોઇ શકાય, પરંતુ જો તમે આ ટેવો (Healthy Habits)ને નિયમિતપણે ફોલો કરશો તો તમને સ્વાસ્થ્ય પર તેનો ફરક ચોક્કસ દેખાશે.

ખાસ કરીને આજના વિશ્વમાં જ્યાં વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધી રહી છે ત્યાં સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવાથી માત્ર તમારા જીવનની ગુણવત્તામાં સુધારો થતો નથી પણ તમને વધુ સારી રીતે કામ કરવા માટે પણ મદદ મળે છે. જો તમને કસરત કરવામાં બહુ આળસ આવે તો તમે દોડવું, સાયકલ ચલાવવું અને હેલ્ધી ડાયટ લેવા જેવી ટેવો અપનાવી શકો છો.

દોડવાથી થશે ફાયદો

દોડવું એ એક એવી કસરત છે જે તમે ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકો છો. રોજ દોડવાના અગણિત ફાયદા છે. આ ટેવ તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એક કાર્ડિયો એક્સરસાઇઝ હોવાથી તે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દોડવાના ફાયદાઓ મેળવવા માટે તમારે એક કલાક લાંબુ દોડવાની જરૂર નથી. માત્ર 15 મિનિટ દોડવા અથવા જોગિંગ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડી શકાય છે. દોડવુ એ એક એવી કસરત છે જેને તમારે તમારી દિનચર્યામાં સામેલ કરવી જોઈએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સાયકલિંગથી થશે ફાયદો

સાયકલિંગ એ બીજી એવી કસરત છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે પણ આ પ્રવૃત્તિનો આનંદ ઉઠાવીને તમારી જાતને ફિટ રાખી શકો છો. જ્યારે તમે કોઈ કામ માટે બહાર જાવ ત્યારે તમારી સાઈકલ પર જાઓ. સાયકલિંગ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારવામાં મદદરૂપ છે. જો તમે ખૂબ જ તણાવ અનુભવો છો, તો તમે થોડા સમય માટે સાયકલ ચલાવવા જઈ શકો છો. આ પ્રવૃત્તિ તમને હળવાશ અનુભવવામાં મદદ કરશે.

ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો

ખાંડનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતી ખાંડનું સેવન તમારા સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે હાનિકારક છે. તેથી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો. જો તમારે વજન ઘટાડવું હોય તો પણ ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો.

ધૂમ્રપાન છોડો

ધૂમ્રપાન એ સારી આદત નથી, તે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આ વાત જાણીને પણ ઘણા લોકો ધૂમ્રપાન કરે છે. પરંતુ પોતાને સ્વસ્થ રાખવા માટે આ આદતથી છૂટકારો મેળવવો જરૂરી છે.

આરોગ્યપ્રદ ખોરાક

આહારમાં રંગબેરંગી શાકભાજીનો સમાવેશ કરો. આ સિવાય સીઝનલ ફ્રુટ્સ અને ડ્રાય ફ્રુટ્સ જેવા ખોરાકને ડાયટમાં સામેલ કરો. જે તમને સ્વસ્થ રાખવામાં અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે. આવો આહાર લેવાથી તમને વૃદ્ધત્વના સંકેતો સામે લડવામાં પણ મદદ મળશે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો

White Onion Benefits : સફેદ ડુંગળી ફક્ત સ્વાદ જ નહીં વધારે આપશે આ ફાયદા પણ

આ પણ વાંચોઃ

Health Tips : શેકેલું લસણ ખાવાના આ પાંચ ફાયદા જાણો, થઇ જશો હેરાન

 

Published On - 7:07 am, Tue, 18 January 22

Next Article