AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ આ ખાદ્યપદાર્થોથી અંતર રાખવું જોઈએ, નહીં તો થઇ શકે છે સમસ્યા

Health Tips: ડાયાબિટીસના દર્દીએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસ (Diabetes)ના દર્દીએ કયો ખોરાક ટાળવો જોઈએ.

Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ આ ખાદ્યપદાર્થોથી અંતર રાખવું જોઈએ, નહીં તો થઇ શકે છે સમસ્યા
Health Tips for Diabetic patients (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 2:16 PM
Share

Health Tips : ડાયાબિટીસ (Diabetes) આજકાલ દરેક ઉંમરના લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. ખરાબ જીવનશૈલી (Lifestyle) અને ખોરાક આનું મોટું કારણ માનવામાં આવે છે. ખરેખર, ડાયાબિટીસના દર્દીઓને લોહીમાં ગ્લુકોઝ (Glucose)નું સ્તર વધી જાય છે. જો કોઈ પણ દર્દીને ડાયાબિટીસ લાંબા સમય સુધી વધારે રહે છે, તો તેની ખરાબ અસર શરીરના ઘણા ભાગો પર થાય છે. આ જ કારણ છે કે ડાયાબિટીસ થયા પછી વ્યક્તિએ બધું સમજી વિચારીને ખાવું પડે છે.

ડાયાબિટીસના દર્દીઓને કિડની-આંખની સમસ્યા, હૃદયની સમસ્યા વગેરે થવાની શક્યતાઓ રહે છે. જો કે, જો તમે ખાવાનું યોગ્ય રીતે ધ્યાન આપો છો, તો તમે આ રોગથી રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ કે શુગરના દર્દીઓથી હંમેશા કયા ખોરાકને દૂર રાખવા જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓએ આ ખોરાકથી અંતર રાખવું જોઈએ

શક્કરિયા

શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે, જેના કારણે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે. શક્કરિયામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ વધુ હોય છે, જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે.

લીલા વટાણા

ડાયાબિટીસના દર્દીએ લીલા વટાણાનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. લીલા વટાણામાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે જોવા મળે છે જે સુગર લેવલને વધારી શકે છે.

મકાઈ

મકાઈનું સેવન મોટાભાગના લોકો કરે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. મકાઈમાં કાર્બોહાઈડ્રેટ્સ વધુ માત્રામાં અને ફાઈબર ઓછી માત્રામાં જોવા મળે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.

ફાસ્ટ ફૂડ

ડાયાબિટીસના દર્દીએ ક્યારેય ભૂલથી પણ કોઈપણ પ્રકારનું ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ. બર્ગર, પિઝા, મોમોઝ, તળેલી વસ્તુઓ દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ફાસ્ટ ફૂડમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી વધુ માત્રામાં જોવા મળે છે, જે દર્દી માટે હાનિકારક છે.

સ્ટાર્ચયુક્ત શાકભાજી

ડાયાબિટીસના દર્દીઓએ પણ કેટલીક શાકભાજી સમજી વિચારીને આરોગવી જોઈએ અથવા તો બિલકુલ ન કરવી જોઈએ. કેટલીક શાકભાજી સ્ટાર્ચયુક્ત હોય છે જેમ કે વટાણા, મકાઈ વગેરે,બટેટા વગેરેના સેવનથી દૂર રહેવું જોઈએ. સ્ટાર્ચયુક્ત શાકભાજીના સેવનથી બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહે છે.

દ્રાક્ષ અને ચણા

દ્રાક્ષ અને ચીકુ એવા ફળ છે જે દરેકને પસંદ હોય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. આ ફળો સુગર લેવલ વધારવાનું કામ કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

આ પણ વાંચો :Navsari: વારંવાર બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન

આ પણ વાંચો :GOOD NEWS : ICICI બેંકે બીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો, હવે ફિક્સ્ડ ડિપોઝિટથી થશે વધુ આવક

g clip-path="url(#clip0_868_265)">