Navsari: વારંવાર બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન
બાગાયતી પાકો માટે નંદન વન ગણાતા નવસારી (Navsari) જિલ્લાના ગણદેવી ભાગમાં મોટા ભાગે કેરી ચીકુ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. આ સિવાય ડાંગર, લીંબુ, કેરી, ચીકુ જેવા પાકો પર ખેડૂતો (Farmers) નભે છે.
આજે વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day) છે. ત્યારે પૃથ્વી પર હાલમાં ક્લાઇમેટ ચેન્જની અસર મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં (Gujarat) વાતાવરણમાં થઇ રહેલા ફેરફારો સામાન્ય માણસને ભલે ગરમીમાં રાહત આપનારા લાગે, પરંતુ ખેડૂતોની (farmers) હાલત કફોડી થઈ જતી હોય છે. બાગાયતી પાકો માટે જાણીતા નવસારીમાં (Navsari) આ વખતે તાપમાનમાં થયેલા ફેરફારની એવી અસર પડી છે કે કેરી, ચીકુ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને વારંવાર પડતા કમોસમી વરસાદને (Unseasonal rains) કારણે રોવાનો વારો આવ્યો છે.
કેરીના પાક માટે ખેડૂતો આખું ય વર્ષ મહેનત કરતાં હોય છે અને મધ મીઠી કેરી મળે તેવા પ્રયાસો પણ કરતાં હોય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર એવી તો થઈ રહી છે કે તેના કારણે ખેડૂતોની દશા બેઠી રહી છે. સતત આવી રહેલા વાતાવરણમાં પલટાને કારણે તેમના પાકો નિષ્ફળ જવાની અણી પર છે. કમોસમી વરસાદ અને તાપમાનમાં થતો વધારો-ઘટાડો કેરીના પાકને નુકસાન પહોંચાડે છે. જેના કારણે નફો તો દૂર ખાતર, દવાના પૈસા પણ નીકળવા મુશ્કેલ લાગે છે.
બાગાયતી પાકો માટે નંદન વન ગણાતા નવસારી જિલ્લાના ગણદેવી ભાગમાં મોટા ભાગે કેરી ચીકુ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. આ સિવાય ડાંગર, લીંબુ, કેરી, ચીકુ જેવા પાકો પર ખેડૂતો નભે છે. જોકે કમોસમી વરસાદ આ તમામ ખેડૂતોને નડી ગયો છે.
હાલ આંબા પર મોર બેસવાના સમયે જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોને કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. પાક જો ગુણવત્તાસભર આવે તો તેની માર્કેટ પ્રાઇઝ ઉંચી મળે તેવી દરેક ખેડૂતને ઈચ્છા હોય છે, પરંતુ વાતાવરણ દર વખતે ખેડૂતોનો ખેલ ખરાબ કરે છે, જેની અસર આ વર્ષે પણ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે પાક ઉતરી જાય ત્યાં સુધી વાતાવરણમાં મોટો બદલાવ ન આવે. નહીં તો તેમણે પણ સરકાર પાસે મદદ માગવાનો વારો આવશે.
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો