AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે અઠવાડિયાથી ઉધરસ અને શરદી અટકતી નથી! આ એલર્જીનું જોખમ, જાણો તેનાથી કેવી રીતે બચવું

જણાવી દઈએ કે પોલનને સિઝનલ એલર્જીનું કારણ માનવામાં આવે છે. પોલન એક એવું તત્વ છે, જે વૃક્ષો અને ઘાસમાંથી ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ હળવા અને શુષ્ક તત્વ છે, તેથી પોલન માટે હવામાં લાંબા અંતરની મુસાફરી કરવી સરળ છે.

બે અઠવાડિયાથી ઉધરસ અને શરદી અટકતી નથી! આ એલર્જીનું જોખમ, જાણો તેનાથી કેવી રીતે બચવું
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 4:08 PM
Share

જો તમને કોઈ ચોક્કસ સમયે ઉધરસ, શરદી અથવા ફ્લૂ થવાની સંભાવના હોય તો તે સિઝનલ એલર્જીને કારણે હોઈ શકે છે. સિઝનલ એલર્જીને તાવ અથવા એલર્જીક રાઈનાઈટિસ નામથી પણ ઓળખવામાં આવે છે. મોટાભાગે સિઝનલ એલર્જીમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં આપણી રોગપ્રતિકારક શક્તિ આવી વસ્તુઓ પર પ્રતિક્રિયા આપે છે, જે શરીર માટે જોખમી હોઈ શકે છે. આ સાથે નાકમાંથી પાણી નીકળવુ અથવા છીંક જેવા લક્ષણો એ વાયરસ સામે લડવાની આપણી રોગપ્રતિકારક શક્તિની રીત છે.

આ પણ વાંચો: ગરમીમાં ડિહાઈડ્રેશનથી લઈને હીટ સ્ટ્રોકથી પણ બચાવે છે બીલીના ફ્રુટનું જ્યુશ, જાણો તેના અદ્ભુત ફાયદા

જણાવી દઈએ કે પોલનને સિઝનલ એલર્જીનું કારણ માનવામાં આવે છે. પોલન એક એવું તત્વ છે, જે વૃક્ષો અને ઘાસમાંથી ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ હળવા અને શુષ્ક તત્વ છે, તેથી પોલન માટે હવામાં લાંબા અંતરની મુસાફરી કરવી સરળ છે.

જાણો સિઝનલ એલર્જીના લક્ષણો

  1. છીંક આવવી
  2. વહેતું નાક
  3. આંખોમાંથી પાણી આવવુ અને ખંજવાળ આવવી
  4. કાનમાં દુખાવો
  5. ઉધરસ આવવી
  6. હાંફ ચઢવી

ઉનાળામાં એલર્જી કેવી રીતે અટકાવવી

એલર્જી ટ્રિગર્સને ટાળવું એ તેને રોકવાનો સારો રસ્તો છે. જો તમે ઉપર જણાવેલ કોઈપણ લક્ષણોનો અનુભવ બે અઠવાડિયાથી વધુ સમય સુધી કરો છો તો તેનું કારણ એલર્જી હોઈ શકે છે. જો કે, ડૉક્ટરની સલાહ લેવી. તમને એ પણ જણાવી દઈએ કે ઉનાળા સિવાય શિયાળા અને વસંત ઋતુમાં પણ એલર્જી થવાની સંભાવના રહે છે.

એલર્જીનું જોખમ કેવી રીતે ઘટાડવું

  1. પોલન કાઉન્ટને ટ્રેક કરતા રહો
  2. તમારા ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખો
  3. સિઝન પ્રમાણે એર ફિલ્ટરનો ઉપયોગ કરો
  4. તમારા ઘરના ભેજના સ્તર પર ધ્યાન આપો
  5. સાફ સફાઈનું ધ્યાન રાખો

એલર્જીની સારવાર કેવી રીતે કરવી?

એલર્જીની સારવાર માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ આ દવાઓ ડૉક્ટરની સલાહ લઈને જ લો. એલર્જીના ગંભીર કિસ્સાઓમાં ડૉક્ટર એલર્જીના શોટ આપવાનું વિચારી શકે છે. આ સૌથી અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. આ એક પ્રકારની ઈમ્યુનોથેરાપી છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને એલર્જન પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મદદ કરી શકે છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

 tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

 બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">