AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: હૃદયને મજબૂત રાખવાથી લઈને વજન ઘટાડવા માટે રાસબરીનો રસ છે ખાસ, જાણો તેના ફાયદા

રાસબરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ વજન ઘટાડવાથી લઈને તે ઈમ્યુનિટી બૂસ્ટરનું પણ કામ કરે છે. તો ચાલો જાણીએ તેને પીવાના ફાયદાઓ વિશે.

Health: હૃદયને મજબૂત રાખવાથી લઈને વજન ઘટાડવા માટે રાસબરીનો રસ છે ખાસ, જાણો તેના ફાયદા
Health benefits of Plum juice
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 7:35 PM
Share

દરેક ઋતુના કેટલાક ફળ એવા હોય છે, જે એક જ ઋતુમાં બજારમાં વધુ જોવા મળે છે. તેમના ફાયદાઓને લીધે, તે ઘણીવાર ઑફ-સીઝન (Off-season)માં પણ ખૂબ ખવાય છે, તેમાંથી એક રાસબરી (Plum) છે. જો કે રાસબરી એ ઉનાળામાં (Summer Fruit) જોવા મળતું ફળ છે, પરંતુ સ્વાસ્થ્યને લગતા ફાયદાઓને કારણે હવે તેને દરેક ઋતુમાં ખાવામાં આવે છે. આ ફળના ખાટા મીઠા સ્વાદને કારણે લોકો તેને ખાવાનું ખૂબ પસંદ કરે છે. સ્વાદ ઉપરાંત આ ફળ પૌષ્ટિક તત્વોનું (Nutrients) બોક્સ છે.

અમે તમને જણાવી દઈએ કે રાસબરીમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા જબરદસ્ત ગુણો છે. રાસબરી ફળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે, તેના જ્યુસને તમે દરરોજ તમારા આહારમાં સામેલ કરીને ઘણા ફાયદા મેળવી શકો છો. તો ચાલો જાણીએ રાસબરીના કેટલાક જબરદસ્ત ફાયદાઓ વિશે.

કેન્સરના કોષોને મારી નાખે છે

રાસબરીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. કહેવાય છે કે તેનો રસ મહિલાઓ માટે અમૃતથી ઓછો નથી. જો મહિલાઓ આ જ્યુસનું સેવન કરે છે તો તે સ્તન કેન્સરથી બચવામાં મદદ મળે છે. આ જ્યુસ ગાંઠના કોષોને વધતા અટકાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવી

જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય તો આ જ્યુસ બેસ્ટ છે. તેનો રસ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થતું નથી અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ જ્યૂસમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં નવા રક્તકણો બનાવવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

રાસબરીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખાસ છે. તે એન્ટિઓક્સિડન્ટ્સ મુક્ત રેડિકલ સામે પણ લડે છે અને હૃદયને રોગો અને સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત બને છે

રાસબરી હાડકા મજબૂત બનાવવા માટે પણ ખાસ છે. તેમાં બોરોન નામનું રાસાયણિક સંયોજન હોય છે, જે દરેક વ્યક્તિના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ફળમાં ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક સંયોજનો પણ વધુ માત્રામાં હોય છે, જે હાડકાં માટે સારા હોય છે.

પાચન પ્રક્રિયા

ડાયેટરી ફાઈબરથી ભરપૂર રાસબરી પેટ માટે સારું ફળ છે. તેમાં સરબીટોલ અને આઈસેટિન તત્વ હોય છે. આ ફાઇબર્સ શરીરના અન્ય ભાગોની કામગીરીને સરળ બનાવે છે તેમજ પાચનમાં સુધારો કરે છે.

ત્વચાને ચમકદાર બનાવો

જો તમે રાસબરીનો રસ પીવો છો, તો તેનાથી ત્વચાને ફાયદો થાય છે અને તે ચમકવા લાગે છે. તેનાથી રંગ નિખારવા લાગે છે. રાસબરી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે તેનો ફેસમાસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Health : વારંવાર આવતી છીંકથી રહો છો પરેશાન ? તો અપનાવો આ ઘરેલુ ઉપાય

આ પણ વાંચોઃ Health : 5 બિનઆરોગ્યપ્રદ ખોરાક જે ફેફસાને બનાવે છે બીમાર, જાણો શું કરવું અને ન કરવું

g clip-path="url(#clip0_868_265)">