Health: કાજુ ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, જાણો શું છે કારણ

|

Jan 02, 2022 | 4:41 PM

કાજુ પણ શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમે જરૂર કરતા વધારે કાજુનું સેવન કરો છો, તો તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કે, ઘણા લોકો આ જાણતા નથી અને તેમને નુકસાનનો સામનો કરવો પડે છે.

Health: કાજુ ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, જાણો શું છે કારણ
કાજુ

Follow us on

ડ્રાયફ્રુટ્સ (Dry fruits)નું સેવન સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળા (Winter)ની ઋતુ પણ ચાલુ છે અને તેમાં ડ્રાયફ્રુટ્સનું સેવન શરીર માટે વધુ સારું છે. અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ્સમાં અલગ-અલગ ગુણ હોય છે અને આજે અમે તમને કાજુ (Cashews)ના સેવન વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ.

કાજુના ફાયદા વિશે વાત કરીએ તો તે માત્ર શરીર માટે જ નહીં, પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે આયર્ન અને ઝિંકથી સમૃદ્ધ છે. એનિમિયાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તેનું સેવન સારું છે. તેમાં વિટામિન સી, ઝિંક, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

આટલા બધા ફાયદા હોવા છતાં કાજુ શરીરને નુકસાન પણ કરી શકે છે. જો તમે જરૂર કરતા વધારે કાજુનું સેવન કરો છો તો તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કે ઘણા લોકો આ વાત જાણતા નથી અને તેમને નુકસાનનો સામનો કરવો પડે છે. જાણો વધુ પડતા કાજુ ખાવાથી શું નુકસાન થાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પેટની સમસ્યાઓ

જો કોઈ કારણથી તમારું પેટ ખરાબ છે તો ભૂલથી પણ આ સ્થિતિમાં કાજુનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પેટની સમસ્યા વધુ વધી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે કાજુ વધારે ખાવાથી પેટમાં અપચો, ઝાડા, ગેસ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી, દરરોજ કાજુ ખાઓ પરંતુ વધુ નહીં.

સ્થૂળતા

કાજુમાં ઘણી બધી કેલરી હોય છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે સ્થૂળતાનું કારણ બની શકે છે. જે લોકો સ્થૂળતાનો સામનો કરી રહ્યા છે તેમને કાજુનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. દિવસમાં 4થી 5 કાજુ ખાવા શ્રેષ્ઠ છે અને આમ કરવાથી તમે સ્વસ્થ પણ રહેશો.

એલર્જી

ક્યારેક કાજુથી એલર્જીની સમસ્યા રહે છે. એલર્જી તમારી ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે જે લોકો પહેલાથી જ એલર્જીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેઓએ કાજુનું સેવન ટાળવું જોઈએ. તેનાથી તેમની મુશ્કેલીમાં વધુ વધારો થઈ શકે છે.

માથાનો દુખાવો

કાજુમાં હાજર એમિનો એસિડ ટાયરામાઈન અને ફેનીલેથિલામાઈન માથાનો દુખાવો પેદા કરે છે. જે લોકોને વારંવાર માથાનો દુખાવો અથવા માઈગ્રેન હોય છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કાજુનું સેવન બિલકુલ ન કરે.

આ પણ વાંચોઃ Winter Superfoods: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ 10 સુપરફૂડ્સને ડાયેટમાં કરો સામેલ

 

Next Article