Health: ખુલ્લી આંખે સપના જોવાથી ઊંઘ જલ્દી આવે છે, અનિંદ્રાથી પરેશાન રહેતા હોવ તો અજમાવી જુઓ આ ટિપ્સ

ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને મનમાં આવતા વિચારો પણ બંધ થઈ શકે છે. એટલા માટે રાત્રે સૂતા પહેલા 10-15 મિનિટ ધ્યાન કરો. તે સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર પણ ઓછું કરે છે, જેનાથી તમને આરામનો અનુભવ થાય છે અને ઝડપથી ઊંઘ આવે છે.

Health: ખુલ્લી આંખે સપના જોવાથી ઊંઘ જલ્દી આવે છે, અનિંદ્રાથી પરેશાન રહેતા હોવ તો અજમાવી જુઓ આ ટિપ્સ
Dreaming with open eyes makes you fall asleep faster, if you are suffering from insomnia, try it.(Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:00 AM

અનિદ્રા અથવા ઉંઘ (Sleep ) ન આવવી એ એક એવી સમસ્યા (Problem) છે, જેની સાથે આજના યુગમાં ઘણા લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સ્ટ્રેસ (Stress), વિચારવાની આદત, મોડી રાત્રે જમવું, મોડી રાત સુધી મોબાઈલ જોવાની આદત જેવા ઘણા કારણો છે, જેના કારણે લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

ઘણી વખત એવું પણ બને છે કે લોકો વહેલા સુવાનો પ્રયત્ન કરે છે પરંતુ, તેઓ વહેલા સૂઈ શકતા નથી. ખૂબ થાકેલા હોવા છતાં અને ઊંઘવાનો પ્રયાસ કરવા છતાં પણ જો તમને સરળતાથી ઊંઘ ન આવતી હોય તો તમે કેટલાક ઉપાયો કરી શકો છો, જેના વિશે અમે અહીં લખી રહ્યા છીએ. ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન લોકો માટે આ ટિપ્સનું પાલન કરવું સરળ નથી, પરંતુ તેને અનુસરવાથી તેમને ઝડપથી ઊંઘ આવવામાં પણ મદદ મળી શકે છે.

ધ્યાન કરો

ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને મનમાં આવતા વિચારો પણ બંધ થઈ શકે છે. એટલા માટે રાત્રે સૂતા પહેલા 10-15 મિનિટ ધ્યાન કરો. તે સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર પણ ઓછું કરે છે, જેનાથી તમને આરામનો અનુભવ થાય છે અને ઝડપથી ઊંઘ આવે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ખુલ્લી આંખે સપના જુઓ 

આ વાત અજીબ લાગી શકે છે, પરંતુ જે લોકો રાત્રે ઊંઘતા નથી તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. જ્યારે તમે ઊંઘી શકતા નથી, ત્યારે કંઈક એવી કલ્પના કરો કે તમે ધોધની આસપાસ ફરતા હોવ અને ધોધમાંથી પડતા પાણીનો અવાજ યાદ કરો. આનાથી તમારું મન શાંત થશે અને ઊંઘ પણ આવશે.

ચંપી અને બોડી મસાજ

મસાજ એ એક પદ્ધતિ છે જે તેની ઉપચારાત્મક અસરો માટે જાણીતી છે. જ્યારે માથાની માલિશ કરવાથી મગજની નસોને તણાવથી આરામ મળે છે, શરીરની માલિશ કરવાથી પેશીઓનો તણાવ ઓછો થાય છે, થાક ઓછો થાય છે, બળતરા અને ગરમીથી રાહત મળે છે. પરિણામે, તમે હળવાશ અનુભવો છો અને તમે વહેલા સૂઈ શકો છો.

આ પણ વાંચો : Amla Benefits : આમળાની આ રેસીપીઝ બનાવો, સ્વાદ સાથે આપશે તમારા શરીરને ઘણા ફાયદા

આ પણ વાંચો : ઓનલાઈન ક્લાસના કારણે બાળકોની આંખોમાં દુખાવો થાય છે, તો ફોલો કરો આ બેસ્ટ ટિપ્સ

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">