AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓનલાઈન ક્લાસના કારણે બાળકોની આંખોમાં દુખાવો થાય છે, તો ફોલો કરો આ બેસ્ટ ટિપ્સ

કોરોનાને બાળકોને માત્ર ઓનલાઈન જ ક્લાસ લેવાના હોય છે. બાળકો ભલે ઘરે સુરક્ષિત હોય, પરંતુ ઓનલાઈન ક્લાસની આડઅસર ને કારણે તેઓને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ઓનલાઈન ક્લાસના કારણે બાળકોની આંખોમાં દુખાવો થાય છે, તો ફોલો કરો આ બેસ્ટ ટિપ્સ
Eye Care Home Remedies (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 1:33 PM
Share

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ( Coronavirus )ની અસરને કારણે લાંબા સમયથી શાળા, કોલેજ અને ઓફિસનું કામ ઘરેથી કરવામાં આવી રહ્યું છે. જો કે, વધતા જતા કેસોમાં ઘટાડો થવાને કારણે મોટાભાગની ઓફિસો અને શાળાઓ ફરી ખુલી છે. બાળકોની વાત કરીએ તો, લગભગ ત્રણ વર્ષથી બાળકો શાળાને લગતી વસ્તુઓને ઘરેથી ઓનલાઈન ફોલો કરી રહ્યાં છે. મોટાભાગના વાલીઓ કોરોનાના ડરથી પોતાના બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં નથી અને આવા બાળકોને માત્ર ઓનલાઈન જ ક્લાસ લેવાના હોય છે. બાળકો ભલે ઘરે સુરક્ષિત હોય, પરંતુ ઓનલાઈન ક્લાસની આડઅસર ( Online classes side effects ) ને કારણે તેઓને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યાઓમાં તેમની આંખોને નુકસાન પણ સામેલ છે. તેને ઘણીવાર આંખોમાં દુખાવો અથવા બળતરાની સમસ્યા થવા લાગી છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને બાળકને રાહત મળી શકે છે.

20-20-20 રૂલ

જો તમારું બાળક આંખોમાં બળતરા અથવા દુખાવાની ફરિયાદ કરે છે, તો તેને 20-20-20 ના નિયમનું પાલન કરવાનું કહો. તદનુસાર, તેને 20 મિનિટ પછી બ્રેક લેવા માટે કહો અને આ દરમિયાન તેને 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવા માટે કહો. આમ કરવાથી તેની આંખોને આરામ મળશે અને તે અભ્યાસમાં પણ ધ્યાન આપી શકશે. જો તમે ઇચ્છો તો તેને ઘરની બહાર અથવા બારી બહાર જોવા માટે કહી શકો છો.

તમારી આંખો મસળો નહીં

બળતરા અથવા પીડા દરમિયાન બાળકને આંખોમાં બિલકુલ મસળવાની ના પાડો. આમ કરવાથી તેની આંખોની સમસ્યા વધી શકે છે. તેમે તેની આંખોને હોટ કોમ્પ્રેસ પણ આપો. તેનાથી બાળકની આંખોને ઘણી રાહત મળશે.

આંખો ધોવા માટે કહો

આંખોમાં દુખાવો અને બળતરા પાછળનું કારણ આંખોમાં પાણીની શુષ્કતા હોઈ શકે છે. આમાંથી આરામ કરવા માટે, બાળકને વચ્ચે વચ્ચે આંખો ધોવા માટે કહો. તેનાથી આંખોને આરામ મળશે અને તેમાં રહેલી ગંદકી પણ દૂર થશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

આ પણ વાંચો :iPhone બનાવનાર કંપની ભારતમાં બનાવશે સેમિકન્ડક્ટર, Vedanta સાથે કર્યા MOU, જાણો ભારતને શું થશે ફાયદો

આ પણ વાંચો :Couple Fashion Style: ફેશન અને સ્ટાઇલમાં લાગવું છે હટકે, તો અપનાવો બોલિવુડ સ્ટાર કપલ જેવા મેચીંગ આઉટફિટ

g clip-path="url(#clip0_868_265)">