AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વારંવાર ગેસ કે કબજિયાતની તકલીફ રહે છે? આંતરડાને અંદરથી સાફ રાખવા માટે રોજ કરો આ ‘3 કામ’

પેટની સમસ્યાઓ અને ભારેપણા પાછળ ઘણી વખત આપણી ખોટી આદતો જવાબદાર હોય છે. જો તમને વારંવાર પેટ સાફ ન થવાની, ગેસ કે ભારેપણાની તકલીફ રહેતી હોય, તો તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.

વારંવાર ગેસ કે કબજિયાતની તકલીફ રહે છે? આંતરડાને અંદરથી સાફ રાખવા માટે રોજ કરો આ '3 કામ'
| Updated on: Nov 29, 2026 | 7:48 PM
Share

આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ખરાબ ડાયેટને કારણે ગટ હેલ્થ પર ખરાબ અસર પડે છે.

એવામાં હેલ્થ એક્સપર્ટ કહે છે કે, આંતરડાનું સ્વાસ્થ્ય બગડવાની અસર પાચનથી લઈને ઇમ્યુનિટી સુધી પડી શકે છે. આવા સંજોગોમાં ગટ હેલ્થ સુધારવા અને આંતરડાને અંદરથી સ્વસ્થ રાખવાના સરળ ઉપાયો વિશે જાણવું જરૂરી છે.

ગટ હેલ્થ સુધારવા માટે અજમાવો આ ઉપાયો

  1. ડાયેટમાં ફાઈબર ઉમેરો: તમારું ગટ સાફ રહે તે માટે ડાયેટમાં ફાઈબર રિચ ફૂડ્સનો સમાવેશ કરો. મહિલાઓએ રોજિંદા ડાયેટમાં 25 થી 30 ગ્રામ અને પુરુષોએ 30 થી 40 ગ્રામ ફાઈબર એડ (Add) કરવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, ‘ફાઈબર’ આંતરડામાં પચ્યા વગર આગળ વધે છે, મળને મુલાયમ તેમજ ભારે બનાવે છે અને પેટ સાફ રાખવામાં મદદ કરે છે. ફાઈબર ઉપરાંત ગટ હેલ્થ માટે તમે તમારી ડાયેટમાં પ્રોબાયોટિક્સનો પણ સમાવેશ કરો. છાશ, જીરાનું પાણી કે વરિયાળીની ચા ગેસ અને ભારેપણામાં રાહત આપી શકે છે.
  2. ખૂબ પાણી પીવો: ગટને સાફ રાખવા માટે દિવસભરમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવો. સાથે જ તમારા ડાયેટમાં નારિયેળ પાણીનો પણ સમાવેશ કરવો જોઈએ. તબીબ નિષ્ણાત કહે છે કે, પૂરતું પાણી પીવાથી મળ મુલાયમ રહે છે અને કબજિયાતની તકલીફ ઓછી થાય છે. આનાથી આંતરડાની ગતિ યોગ્ય રહે છે.
  3. રોજ વર્કઆઉટ કરો: તબીબી નિષ્ણાત કહે છે કે, ફિટ બોડી અને હેલ્ધી શરીર માટે તમારે દર અઠવાડિયે ત્રણથી ચાર કલાક વર્કઆઉટ કરવું જોઈએ. હેલ્ધી શરીર માટે એરોબિક અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ બંને કરવા જોઈએ. એરોબિકમાં તમે બ્રિસ્ક વોકિંગ, સાયકલિંગ, જોગિંગ અને સ્વિમિંગ કરી શકો છો. સ્ટ્રેન્થ ટ્રેનિંગમાં તમે પુશઅપ્સ, સ્ક્વોટ્સ કરો. આ વર્કઆઉટ્સ કોન્સ્ટિપેશન, ડિપ્રેશન અને એન્ઝાયટીને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. વર્કઆઉટ કરવા ઉપરાંત તમે રોજ 7–9 કલાકની ઊંઘ લો અને તણાવ ઓછો કરવા માટે પણ ઊંડા શ્વાસ કે યોગ કરો.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સામાન્ય જાગૃતિ અને જાણકારી માટે આપવામાં આવી છે. તે કોઈ તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. કોઈ પણ ડાયટ, વર્કઆઉટ કે સ્વાસ્થ્ય સંબંધિત ફેરફાર કરતા પહેલાં ડૉક્ટર અથવા હેલ્થ પ્રોફેશનલની સલાહ અવશ્ય લો.

સવારે વાસી મોઢે લીમડાના પાન ચાવવાથી શું થાય? શરીરને કયા ફાયદા મળે છે અને શું બદલાવ દેખાય છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">