ઘર-ઘરમાં વધી રહ્યા છે તાવ-ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનના દર્દી, 10 પોઈન્ટમાં સમજો કેન્દ્ર સરકારની એડવાઈઝરી
વધતા બીમારીના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેથી કરીને લોકો તેને અપનાવીને આ બીમારીથી બચી શકે. ચાલો 10 પોઈન્ટમાં સમજીએ કેન્દ્ર સરકારની એડવાઈઝરી.

કોરોના માહામારીનો સામનો કરી ચૂકેલા ભારતમાં ફરી એકવાર રોગચારાનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં દરેક ઘરમાં તાવ, કફ, ખાંસ અને વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. લાંબા સમય સુધી તાવ અને ખાંસી સાથે ઈન્ફલૂએન્ઝાના કેસ પણ ઝડપથી વધી રહ્યાં છે. હાલના દિવસોમાં નાના બાળકો આ બીમારીઓના વધારે શિકાર બની રહ્યાં છે. સાથે સાથે 60થી વધારે ઉંમરના લોકો જેમની ઈમ્યૂનિટી ઓછી હોય છે તેમનામાં ડાયબિટીઝ, અસ્થમા અને હ્દય રોગની સમસ્યા વધી રહી છે.
બદલાતી ઋતુને કારણે લોકો આ બીમારીનો સામનો કરી રહ્યાં છે. લોકોને બીમારીમાંથી સાજા થતા 30 દિવસનો સમય લાગી રહ્યો છે. વધતા બીમારીના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેથી કરીને લોકો તેને અપનાવીને આ બીમારીથી બચી શકે. ચાલો 10 પોઈન્ટમાં સમજીએ કેન્દ્ર સરકારની એડવાઈઝરી.
ફ્લૂના કેસમાં વધારો, કેન્દ્રએ એડવાઈઝરી જાહેર કરી
- સમગ્ર ભારતમાં તાવ અને ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે, તે ઈન્ફલ્યુએન્ઝા A સબટાઈપ H3N2 વાયરસથી થાય છે.
- H3N2 વાયરસ અન્ય પેટા પ્રકારો કરતાં વધારે લોકોને બીમારી કરી રહ્યું, જે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બને છે. નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે-ત્રણ મહિનાથી તે સમગ્ર ભારતમાં તેનાથી બીમારી વધી છે.
- લક્ષણોમાં સામાન્ય રીતે તાવ સાથે સતત ઉધરસનો સમાવેશ થાય છે. સંખ્યાબંધ દર્દીઓ લાંબા સમય સુધી લક્ષણોની ફરિયાદ કરી રહ્યાં છે.
- નિષ્ણાતો કહે છે કે H3N2 વાયરસ અન્ય ઈન્ફલ્યુએન્ઝા પેટા પ્રકારો વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરી રહ્યું છે.
- ક્લિનિકલ ટ્રાયલ નિષ્ણાત ડો. અનીતા રમેશ કહે છે કે ઈન્ફલ્યુએન્ઝાનો નવો સ્ટ્રેન જીવલેણ નથી. તેમણે જણાવ્યું કે તે જીવલેણ નથી, પરંતુ કેટલાક દર્દીઓને શ્વાસની તકલીફને કારણે દાખલ કરવા પડ્યા હતા. કેટલાક લક્ષણો કોવિડ જેવા જ છે, તમામ દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
- ડો.અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું કે ઈન્ફેક્શન સાજા થવામાં સમય લાગી રહ્યો છે. લક્ષણો મજબૂત છે. દર્દી સાજા થયા પછી પણ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે.
- ICMR એ લોકોને વાયરસના સંક્રમણથી બચાવવા માટે શું કરવું અને શું ન કરવું તેની સૂચિ પણ સૂચવી છે.
- ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ દેશભરમાં ઉધરસ, શરદી અને ઉબકાના વધતા જતા કેસ વચ્ચે એન્ટીબાયોટીક્સના આડેધડ ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
- એસોસિએશને ડોક્ટરોને કહ્યું છે કે તેઓ માત્ર રોગને લગતી દવાઓ જ લખે અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ટાળે.
- મેડિકલ બોડીના એક સભ્ય એ નિવેદનમાં કહ્યું, “અમે કોવિડ દરમિયાન એઝિથ્રોમાસીન અને આઇવરમેક્ટીનનો વ્યાપક ઉપયોગ જોયો છે અને આનાથી પ્રતિકાર પણ થયો છે. એન્ટિબાયોટિક્સ લખતા પહેલા તે તપાસવું જરૂરી છે કે ચેપ બેક્ટેરિયલ છે કે નહીં.