AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver: વજન વધવાની સમસ્યા બનાવી શકે છે ફેટી લિવરના શિકાર, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય

સર ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રો અને લિવર વિભાગના ડૉ.અનિલ અરોરા જણાવે છે કે લિવરમાં ચરબી જમા થવાને ફેટી લિવર ડિસીઝ કહેવાય છે. ખરાબ ખાવાની આદતો અને બેઠાડી જીવનશૈલીના કારણે આપણું શરીર કેલરીને ચરબીમાં રૂપાંતરિત કરવાનું શરૂ કરે છે.

Fatty Liver: વજન વધવાની સમસ્યા બનાવી શકે છે ફેટી લિવરના શિકાર, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 5:14 PM
Share

Fatty Liver: જો તમારા શરીરમાં સ્થૂળતા વધી રહી છે તો લિવર ટેસ્ટ (Liver Test) પણ કરાવો. શરીરની ચરબીમાં વધારો એ સંકેત છે કે તમારું લીવર પણ ફેટી થઈ રહ્યું છે. જે ભવિષ્યમાં મોટો ખતરો બની શકે છે. ડોકટરો કહે છે કે 50થી 60 ટકા દર્દીઓ જેઓનું BMI (બોડી માસ ઇન્ડેક્સ) વધારે છે તેઓને ફેટી લીવર રોગ થાય છે. આવી સ્થિતિમાં વધતા વજનને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે.

દિલ્હી AIIMSમાં ફેટી લિવરની સારવાર માટે આવેલા દર્દીઓના ડેટા પરથી આ માહિતી મળી છે. જે લોકોમાં સ્થૂળતા વધી રહી છે, તેમનામાં ફેટી લિવર સિવાય ડાયાબિટીસ જેવી બીમારીના કેસ પણ સામે આવી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે ફેટી લીવરની બીમારી ખાવાની ખરાબ આદતોને કારણે થઈ રહી છે. આ બિમારીના ઘણા કેસો દારૂ ના પીતા લોકોમાં પણ આવી રહ્યા છે. ફેટી લિવરથી પીડિત ઘણા દર્દીઓમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Healthy Foods: આ આહાર આપને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરશે

શું હોય છે ફેટી લિવર?

સર ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રો અને લિવર વિભાગના ડૉ.અનિલ અરોરા જણાવે છે કે લિવરમાં ચરબી જમા થવાને ફેટી લિવર ડિસીઝ કહેવાય છે. ખરાબ ખાવાની આદતો અને બેઠાડી જીવનશૈલીના કારણે આપણું શરીર કેલરીને ચરબીમાં રૂપાંતરિત કરવાનું શરૂ કરે છે. આ વધતી ચરબી લીવરના કોષો પર જમા થવા લાગે છે. જેના કારણે લીવર ફેટી થઈ જાય છે.

એઈમ્સમાં ડો.વિક્રમનું કહેવું છે કે જો આ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો લીવરની ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. જેના કારણે લીવર સિરોસિસ અને લીવર કેન્સરનો ખતરો રહે છે. ફેટી લિવરથી પીડિત દર્દીઓમાંથી જેમની સમયસર સારવાર ન થાય તેમાંથી 5 ટકાને લિવર કેન્સર થવાની આશંકા છે. ઘણા કિસ્સાઓમાં તે લિવર ફેલ પણ થઈ શકે છે. ફેટી લિવર માટે વધતી જતી સ્થૂળતા એ મુખ્ય કારણ છે.

શું છે ફેટી લીવરના લક્ષણો?

  1. સતત પેટમાં દુખાવો
  2. થાક
  3. ખોરાક પચવામાં મુશ્કેલી
  4. વજનમાં ઘટાડો

કેવી રીતે બચવુ?

  1. સ્થૂળતાને નિયંત્રણમાં રાખો
  2. દરરોજ કસરત કરો
  3. દારૂ ન પીવો
  4. આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો
  5. હેપેટાઇટિસ A અને Bની રસી લો
  6. ધૂમ્રપાન કરશો નહીં
  7. બીપી અને શુગર કંટ્રોલમાં રાખો

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">