Fast Benefit: અઠવાડિયામાં એક દિવસના ઉપવાસથી ઘણી બીમારીઓને આપી શકાય છે મ્હાત

પૌરાણિક માન્યતા અનુસાર કોઈ પણ ઉપવાસને (Fast) વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, ઉપવાસ (Fast) રાખનારી વ્યક્તિની પ્રવૃત્તિ સાત્વિક હોય છે.

Fast Benefit: અઠવાડિયામાં એક દિવસના ઉપવાસથી ઘણી બીમારીઓને આપી શકાય છે મ્હાત
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 19, 2021 | 7:47 PM

પૌરાણિક માન્યતા અનુસાર કોઈ પણ ઉપવાસને (Fast) વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, ઉપવાસ (Fast) રાખનારી વ્યક્તિની પ્રવૃત્તિ સાત્વિક હોય છે. તેને તન-મનથી શાંતિ મળે છે. આયુર્વેદમાં ઉપવાસના વૈજ્ઞાનિક મહત્વ વિશે પણ બતાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક રીતે જો ઉપવાસની જો યોગ્ય રીતે કરવામાં આવે તો તે આપણા શરીરમાં સંતુલન લાવવાનું કામ કરે છે. જેના કારણે આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે અને આપણું શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે. તેથી, મોટાભાગના લોકો ભલામણ કરે છે કે દરેક વ્યક્તિ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખવો જોઈએ. અહીં જાણો ઉપવાસના ફાયદા અને સાચી રીત

શરીરના ખરાબ તત્વો બાહર કાઢે આજની લાઈફસ્ટાઈલે આપણા જમવાને પ્રભાવિત કર્યા છે. ઘણા લોકો બહારનું જમવાનું અથવા ચિકનનું સેવન કરતા હોય છે. પરંતુ તેને પચાવવા માટે કોઈ કસરત નથી કરતા. જેને લઈને શરીરમાં ફેટ અને ખરાબ તત્વ જમા થાય છે. જેને બહાર કાઢવા ઘણા જરૂરી છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરીને તમારા શરીરને ડીટોક્સ કરવાનું કામ કરે છે. શરીરના તત્વ ભાર કાઢીને સ્કીનની બધી સમસ્યાથી રાહત થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આખા અઠવાડિયામાં ગમે તે ખાવાથી આપણા શરીરમાં ચરબી જમા થાય છે. જેનાથી વજન વધે છે. વજનને નિયંત્રિત કરવા ઉપરાંત ખાવા-પીવામાં નિયંત્રણ રાખવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ જો તમે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો છો તો પછી તે તમારા શરીરની વધારાની ચરબીને થોડા દિવસોમાં સંતુલિત કરે છે. જો તમારું વજન ઓછું ન થાય તો કહી નહીં પરંતુ તે વધતું નથી.

પાચનતંત્રને આપે છે આરામ બહારનું ખાવાથી અને મસાલાવાળું જમવાથી આપણા શરીરનું પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને રાહત મળે છે અને શરીર સારું રહે છે. એક દિવસ ઉપવાસ કરવાથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે ઉપવાસથી સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડવામાં મદદ મળે છે. જો તમે અઠવાડિયામાં એક દિવસના ઉપવાસ સાથે દરરોજ કસરત કરવાની આદત પાડી રહ્યા છો તો આ કોલેસ્ટરોલ ખૂબ જ ઝડપથી ઘટાડી શકાય છે. કોલેસ્ટરોલ ઓછું થવાથી બીપી અને હાર્ટને લગતી સમસ્યાઓથી રાહત મળે છે.

મગજને શાંત રાખે ઉપવાસ કરનાર વ્યક્તિ મનમાં કોઈના ખરાબ વિચારો આવવા દેતો નથી. તે આખો દિવસ ભગવાનને સમર્પિત કરે છે. આ સ્થિતિમાં તેને તણાવ, ચિંતા અને અનિદ્રાથી રાહત મળે છે. તેનું મન શાંત છે. ઉપવાસના દિવસે લોકોઅલગ-અલગ પ્રકારની વાનગી ખાઈ છે, જેમાં ખાંડ અને મીઠું ખૂબ હોય છે. જો તમે આ રીતે ઉપવાસ રાખો છો તો તમને તેનાથી કોઈ ફાયદો થશે નહીં. ઉપવાસ દરમિયાન આપણી ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખવામાં આવે છે. મનને સાત્વિક રાખવામાં આવે છે અને શરીરને આરામ આપવામાં આવે છે. તેથી, જો શક્ય હોય તો એક દિવસનો ઉપવાસ રાખવો જોઈએ.

પરંતુ પાણી પીવાનું રાખો, જેથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર આવી શકે. જો તંદુરસ્ત રહેવામાં તકલીફ પડે તો દિવસ દરમિયાન ફળો, તાજા રસ, છાશ, દહીં, દૂધ, કચુંબર વગેરે લેવો જોઈએ. ઉપવાસના દિવસે કોશિશ કરો કે ચા અને કોફીનું સેવન ના કરો. ખાલી પેટે આ વસ્તુનું સેવન કરવાથી ગેસ અને એસીડીટીની સમસ્યા થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">