AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસોડામાં છુપાયેલું મોત ? બ્રાન્ડેડ ENO અને કોફીના નામે પીરસાઈ રહ્યું છે ‘સ્લો પોઈઝન’, ફેક્ટરીનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

શું તમારી સવારની કોફી અને એસિડિટીમાં પીવાતું ENO ખરેખર સુરક્ષિત છે? તાજેતરમાં પકડાયેલા એક ભયાનક રેકેટમાં ખુલાસો થયો છે કે માર્કેટમાં ધમધમાટ નકલી પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે.

રસોડામાં છુપાયેલું મોત ? બ્રાન્ડેડ ENO અને કોફીના નામે પીરસાઈ રહ્યું છે ‘સ્લો પોઈઝન’, ફેક્ટરીનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!
| Updated on: Apr 21, 2026 | 4:05 PM
Share

જો તમે પણ ગેસ અને અપચામાં રાહત મેળવવા માટે પેકેટ વાળું ઈનો (ENO) વાપરો છો અથવા સ્ફૂર્તિ માટે ઈન્સ્ટન્ટ કોફી પીઓ છો, તો હવે ચેતી જવાની જરૂર છે. એક એવા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે જે જાણીતી બ્રાન્ડના નામે લોકોના ઘરમાં ઝેર પીરસી રહ્યું હતું. પોલીસ અને તપાસ એજન્સીઓએ દરોડા પાડીને એક એવી ફેક્ટરી ઝડપી પાડી છે, જ્યાં હજારોની સંખ્યામાં નકલી પાઉચ તૈયાર કરવામાં આવતા હતા.

પીતા પહેલા 10 વાર વિચારશો

દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં આ ગેરકાયદેસર ધંધો છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો હતો. પોલીસને દરોડા દરમિયાન ત્યાંથી ૩ પેકિંગ મશીનો, 1 લાખ નકલી ઈનોના પાઉચ, 50 હજાર નકલી કોફીના પાઉચ અને 500 કિલો ખુલ્લો કોફી પાવડર મળી આવ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે સ્થળ પરથી એસિડ ભરેલા ડ્રમ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આ નકલી પાઉડર બનાવવામાં થતો હોવાની આશંકા છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં

ઈનો જેવી પ્રોડક્ટ્સ લોકો દવા તરીકે વાપરતા હોય છે, પરંતુ આ નકલી માલ સીધો લોકોના જીવ સાથે રમત રમી રહ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ માલ હોલસેલ અને રિટેલ માર્કેટ દ્વારા દેશના અલગ-અલગ ખૂણાઓમાં સપ્લાય કરવામાં આવતો હતો. અસલી કંપનીના પ્રતિનિધિઓએ તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે જપ્ત કરાયેલું કોઈ પણ પ્રોડક્ટ તેમની કંપનીનું નથી અને તે સંપૂર્ણપણે નકલી છે.

આરોપીઓની ધરપકડ અને કાર્યવાહી

પોલીસે આ કેસમાં ઉત્તમ દાસ, પપાઈ દાસ ઉર્ફે પંકજ, નીતિન ભારદ્વાજ અને સંજય બંસલ નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી નીતિન ભારદ્વાજ દરોડા સમયે ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે ટેકનિકલ દેખરેખ દ્વારા દેહરાદૂનથી દબોચી લીધો હતો. હાલમાં આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે કે આ ઝેરી માલ કયા કયા શહેરોના માર્કેટમાં પહોંચી ગયો છે.

આ ઘટના બાદ ગ્રાહકોએ પેકેટ પરના માર્કિંગ અને કિંમત જોઈને જ વસ્તુ ખરીદવાની જરૂર છે, કારણ કે તમારી એક ભૂલ મોંઘી પડી શકે છે.

મોબાઈલ રિચાર્જના નામે ‘ખુલ્લેઆમ લૂંટ’, એરટેલે વધાર્યા ભાવ ; જનતા પૂછી રહી છે આ 4 સળગતા સવાલ!

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">