AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રિજની કઈ જગ્યા દૂધ રાખવા માટે શ્રેષ્ઠ છે? મોટાભાગના લોકો જાણતા નથી તમે જાણી લો

જેના ઘરમાં ફ્રિજ છે, તે બધા લોકો ફ્રિજમાં જ દૂધ રાખે છે. કદાચ તમે પણ આવું કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજના કયા ભાગમાં દૂધ રાખવું શ્રેષ્ઠ છે?

ફ્રિજની કઈ જગ્યા દૂધ રાખવા માટે શ્રેષ્ઠ છે? મોટાભાગના લોકો જાણતા નથી તમે જાણી લો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 9:46 AM
Share

How To Milk in Fridge: હાલના દિવસોમાં ગરમીએ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. જો કે મે મહિનામાં પણ હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. ગરમીમાં વધારાને કારણે લોકોને કામકાજ સહિત ખાવા-પીવાની વસ્તુઓ સુરક્ષિત રાખવામાં મુશ્કેલી પડી રહી છે. ગરમીમાં ઠંડી વસ્તુઓ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં આપણે ખાવા-પીવાની વસ્તુઓ ફ્રીજમાં રાખીએ છીએ. ઘણી વખત વસ્તુઓને ફ્રીજમાં રાખ્યા પછી પણ બગડી જાય છે, ખાસ કરીને દૂધ.

ફ્રિજમાં દૂધ કેમ રાખવું?

દૂધની વાત કરીએ તો તે ઝડપથી બગડી જવાનો ડર હંમેશા રહે છે. દૂધને લઈને ઘરમાં અવારનવાર માથાકુટ થાય છે. આ સિવાય તમે જોયું જ હશે કે દૂધને થોડી વાર ઉકાળ્યા પછી તેને ઠંડુ કરીને ફ્રીજમાં રાખવામાં આવે છે. તેનું કારણ એ છે કે જો આટલી ગરમીમાં દૂધને રેફ્રિજરેટરમાંથી બહાર રાખવામાં આવે તો તે ફાટી જાય છે અને પીવાલાયક રહેતું નથી.

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: ગરમ પાણીથી નહાવાથી થશે 123 પ્રકારની બીમારી, જાણો કયા પાણીથી નહાવું જોઈએ, જુઓ Video

ફ્રીજના કયા ભાગમાં દૂધ રાખવું જોઈએ?

જેના ઘરમાં ફ્રિજ છે, તે બધા લોકો ફ્રિજમાં જ દૂધ રાખે છે. કદાચ તમે પણ આવું કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજના કયા ભાગમાં દૂધ રાખવું શ્રેષ્ઠ છે? જે લોકો વર્ષોથી ફ્રિજનો ઉપયોગ કરે છે, કદાચ તેઓને પણ આનો સાચો જવાબ ખબર નહીં હોય.

આ પણ વાંચો : Health Tips In Gujarati: નાસ્તામાં આ 6 વસ્તુઓ ખાવાનું ટાળો, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક

દૂધ માટે યોગ્ય છે આ જગ્યા

તમારે ફ્રિજના તે ભાગમાં દૂધ રાખવું જોઈએ જે સૌથી ઠંડુ હોય. ફ્રિજનો સૌથી ઠંડો વિસ્તાર ઉપરનો ભાગ હોય છે. ફ્રિજમાં જબરદસ્ત ઠંડક ફક્ત ઉપરના ભાગથી જ શરૂ થાય છે. એટલા માટે તમારે હંમેશા ફ્રીજના ઉપરના ભાગમાં દૂધ રાખવું જોઈએ.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

g clip-path="url(#clip0_868_265)">