Insomnia: શું તમને અનિંદ્રાની સમસ્યા છે ? ચિંતા કરવાની જરૂર નથી અજમાવો આ ઘરેલું નુસ્ખાઓ

જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે.  ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે.

Insomnia: શું તમને અનિંદ્રાની સમસ્યા છે ? ચિંતા કરવાની જરૂર નથી અજમાવો આ ઘરેલું નુસ્ખાઓ
Get rid of insomnia by trying these home remedies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:26 AM

સારી ઉંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે.  ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે. અનેક વાર તો ઉંઘની દવાઓ ખાવાથી પણ આરોગ્યને ખૂબ નુકશાન થઈ શકે છે. જો તમને સારી ઉંઘ નથી આવી રહી તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેને અપનાવીને તમે ભરપૂર ઉંઘ લઈ શકો છો.

આ સરળ ઉપાયો અજમાવીને તમે અનિંદ્રાને (Insomnia) દૂર કરી શકો છો. 

રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઉંઘ આવશે

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ઉંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો

રાત્રે ક હા કે કોફી ન પીશો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઉંઘ નથી આવતી.

સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો.

સારી ઉંઘ માટે શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ એવા આસન છે જેને નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. રાત્રે ગરમ દૂધનુ સેવન કરો અને તનાવથી મુક્ત રહો.

સલાદ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીને સેકીને તેને વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઉંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે.

અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂરણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ ચૂરણ દૂધ સાથે લો. એક

અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે.

ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ.

સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સુવુ ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ. તેનાથી તમે આરામથી સૂઈ શકો છો.

આ પણ વાંંચો –

Shining Sikh Youth of India: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શીખ સમુદાયની પ્રશંસા કરી, ખાલિસ્તાનની માગ કરનારાઓ પર કટાક્ષ કર્યો

આ પણ વાંચો –

Aadhar-PAN Link Date: આધાર સાથે PAN લિન્ક કરવાની ડેડલાઇન 6 મહિના વધારતી સરકાર, હવે 31 માર્ચ 2022 છેલ્લી તારીખ

આ પણ વાંચો –

Viral Video : ઓફિસમાં ગેમ રમી રહ્યો હતો કર્મચારી અને અચાનક આવી ગયો બોસ, પછી તો ભાઇની જોવા જેવી થઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">