Baba Vanga: 2022 ને લઇને બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી, સાઇબેરિયામાંથી મળશે એક નવો વાયરસ, જાણો ભારત પર શું છે જોખમ

Baba Vanga Prediction : બલ્ગેરિયાના બાબા વેંગાએ 85 વર્ષની વયે 1996માં તેમના મૃત્યુ પહેલા 2022 વિશે ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી.

Baba Vanga: 2022 ને લઇને બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી, સાઇબેરિયામાંથી મળશે એક નવો વાયરસ, જાણો ભારત પર શું છે જોખમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 5:43 PM

2022 ને શરુ થવા આડે હવે થોડા જ દિવસો બાકી છે અને આખી દુનિયા નવા વર્ષને ખુશીથી આવકારવા માટે તૈયાર છે જો કે, નવું વર્ષ આપણા માટે અને વિશ્વ માટે શું લઈને આવશે તે તો હવે સમય જતા જ ખબર પડશે. તેવામાં હવે બલ્ગેરિયાના (Bulgaria) બાબા વાંગા (Baba Vanga) તરીકે પ્રખ્યાત દૃષ્ટિહીન વાંગેલિયા પાંડવ ગુસ્ટેરોવાએ (Vangelia Pandava Gusterova) વર્ષ 2022 વિશે ચોંકાવનારી આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ મૃત્યુ પહેલા જ દુનિયા વિશે પોતાની ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગા અનુસાર, 2022માં ભારતમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. આના કારણે પાક પર તીડનો હુમલો થશે, જેના કારણે ભારતમાં દુકાળ પડશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે 2022માં વિશ્વના મોટા શહેરો પીવાના પાણીની અછતથી પ્રભાવિત થશે. નદીઓના પ્રદૂષણને કારણે પાણીની અછત સર્જાશે. તેમની આગાહીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2022માં લોકો પહેલા કરતા વધુ સમય સ્ક્રીન પર વિતાવશે એટલે કે લોકો કમ્પ્યુટર અને મોબાઈલ પર વધુ સમય વિતાવશે.

આગાહી અનુસાર, સંશોધકોનું એક જૂથ સાઇબિરીયામાં એક જીવલેણ વાયરસની શોધ કરશે. ગ્લોબલ વોર્મિંગને કારણે હિમનદીઓ પીગળી જશે અને આ વાયરસ મુક્ત થઇ જશે. જે પછી સ્થિતિ બેકાબૂ બની જશે. બાબા વેંગાના મતે 2022માં દુનિયામાં ભૂકંપ અને સુનામીનું જોખમ વધી જશે. હિંદ મહાસાગરમાં ભૂકંપ પછી મોટી સુનામી આવશે, જે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત સહિતના વિશ્વના દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને લપેટમાં લેશે. આ સુનામીમાં સેંકડો લોકોના મોત થશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ઓમુઆમુઆ નામનો એસ્ટરોઇડ એલિયન્સ દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

‘બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’ તરીકે ઓળખાતા અંધ ભવિષ્યવેત્તા બાબા વેંગાએ વર્ષ 2022 માટે પોતાની આગાહીઓથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેમણે અગાઉ 9/11ના હુમલા અને બ્રેક્ઝિટ સંકટની સાચી આગાહી કરી હતી. 12 વર્ષની ઉંમરે, વાંગેલિયાએ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતો. તેમણે દાવો કર્યો કે તેને ભવિષ્યમાં જોવા માટે ભગવાન તરફથી ભેટ મળી છે. સોવિયેત યુનિયનના વિસર્જન, 2001માં 11 સપ્ટેમ્બરના હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને ચેર્નોબિલ દુર્ઘટના અંગેના તેમના દાવાઓ સાચા સાબિત થયા છે. 1996 માં 85 વર્ષની વયે તેમના મૃત્યુ પહેલા, તેમણે 2022 વિશે ચોંકાવનારી આગાહીઓ કરી હતી.

આ પણ વાંચો –

Year Ender 2021: મફત રસીથી લઈને કૃષિ કાયદો રદ કરવા સુધી કેન્દ્ર સરકારે વર્ષ 2021માં આ મહત્વના નિર્ણયો લીધા

આ પણ વાંચો –

એસ્ટ્રોવર્લ્ડના અકસ્માત બાદ કાયલી જેનરની ઇન્સ્ટાગ્રામ પર વાપસી, ક્રિસમસ પર શેર કર્યા ગિફ્ટ્સના ફોટોઝ

g clip-path="url(#clip0_868_265)">