AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઠંડા પાણીથી નહાવું તમારા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, મળશે આ 8 જબરદસ્ત ફાયદા !

cold shower : નહાવું એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે. તેનાથી તમારો દિવસ ઊર્જાથી યુક્ત થઈ જાય છે અને તમે સારી રીતે તમારા તમામ કામ કરી શકો છો. ઠંડી હોય કે ગરમી ઠંડા પાણીથી જરુરથી નહાવું જોઈએ. ઠંડા પાણીથી નહાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ઠંડા પાણીથી નહાવું તમારા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, મળશે આ 8 જબરદસ્ત ફાયદા !
Bathing with cold water
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 6:36 AM
Share

દુનિયામાં લોકોની નહાવાની આદત જુદી જુદી હોય છે. કેટલાકને ગરમ પાણીથી, કેટલાકને હુંફાળા પાણીથી અને કેટલાકને ઠંડા પાણીથી નહાવાની આદત હોય છે. અને કેટલાક લોકોને તો અઠવાડિયા સુધી ન નહાવાની આદત હોય છે. નહાવું એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે. તેનાથી તમારો દિવસ ઊર્જાથી યુક્ત થઈ જાય છે અને તમે સારી રીતે તમારા તમામ કામ કરી શકો છો. ઠંડી હોય કે ગરમી ઠંડા પાણીથી જરુરથી નહાવું જોઈએ. ઠંડા પાણીથી નહાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

એક અભ્યાસ અનુસાર, ઠંડા પાણીથી નહાવાથી સ્વાસ્થ્ય અને મગજ બંનેને ફાયદો થાય છે. નિષ્ણાતો અનુસાર, તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે, પ્રજનન ક્ષમતામાં વધારો થવા સહિતના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા થાય છે. ચાલો જાણીએ ઠંડા પાણીથી નહાવાના 8 જબરદસ્ત ફાયદા.

ઠંડા પાણીથી નહાવાના ફાયદા

  1. આત્મ શક્તિમાં વધારો થાય છે – શિયાળાની ઋતુમાં ઠંડા પાણીથી નહાવું તમામ માટે સરળ નથી હોતુ. પણ શિયાળામાં પણ ઠંડા પાણીથી નહાવાથી આત્મ શક્તિ મજબૂત બને છે. ઉનાળામાં ઠંડા પાણીથી નહાવાની જ તેવ પાડવી જોઈએ.
  2. રક્ત પરિભ્રમણમાં સુધારો – તમારા શરીરમાં યોગ્ય રીતે રક્ત પરિભ્રમણ ન થવાની સમસ્યા ઠંડા પાણીથી કરેલા સ્નાનથી દૂર થઈ શકે છે. ઠંડા પાણથી નહાવાથી શરીરના રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે.
  3. પ્રજનન ક્ષમતામાં વધારો – ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકોની પ્રજનન ક્ષમતા પર અસર પડી છે. અભ્યાસ અનુસાર, ઠંડા પાણીથી નહાવાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.
  4. તણાવ ઓછો થાય – તણાવ અને ડિપ્રેશનને કારણે ઘણા લોકોની માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય છે. યોગ, થેરેપી સહિત ઠંડા પાણીથી નહાવાથી મગજ પરથી તણાવ ઓછો થાય છે.
  5. સ્કિન અને હેર કેર માટે – ગરમ પાણીથી નહાવાથી સ્કિન અને વાળને ઘણા નુકશાન થાય છે. આ નુકશાનથી બચવા માટે ઠંડા પાણીથી નહાવાની આદત પાડો.
  6. જાગૃકતા વધે છે – મગજને શાંત કરનાર ઠંડુ પાણી તમારા શરીરમાં જાગૃકતા પણ વધારે છે. ઠંડા પાણીથી નહાવાથી તમને ફ્રેશનેસ ફિલ થશે.
  7. ટેસ્ટોસ્ટેરોન વધે છે – ઠંડા પાણીથી નહાવાછી તમારી અંદર લવ હાર્મોન ટેસ્ટોસ્ટેરોનમાં પણ વધારો થાય છે.
  8. વજન ઓછું થાય – નિષ્ણાતો અનુસાર , ઠંડા પાણીથી નહાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી તમારો દેખાવ પણ સારો થાય છે.

g clip-path="url(#clip0_868_265)">