જાણો કયા સુપર ફુડ ખાવાથી તમે તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવી શકો છો

|

Dec 13, 2022 | 2:05 PM

નવા વર્ષના આગમન પર લોકો નવા નિયમો લે છે. જેમા તમે પણ 2023મા હેલ્ધી ફુડ ખાવાનો નિયમ લઈ શકો છો અને તમારુ સ્વાસ્થ્ય જાળવી શકો છો. અત્યારે લોકોની જીવનશૈલી ખરાબ હોવાના કારણે તે પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન નથી રાખતા જેથી તે અનેક બીમારી થવાની શક્યતા વધી જાય છે.

જાણો કયા સુપર ફુડ ખાવાથી તમે તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવી શકો છો
Healthy Food

Follow us on

વિશ્વભરના લોકો 2022ના અંત માટે અને 2023 આગમન માટે હર્ષ ઉલ્લાસથી તૈયારી કરી રહ્યા છે. નવા વર્ષના આગમન પર લોકો નવા નિયમો લે છે. જેમા તમે પણ 2023મા હેલ્ધી ફુડ ખાવાનો નિયમ લઈ શકો છો અને તમારુ સ્વાસ્થ્ય જાળવી શકો છો. અત્યારે લોકોની જીવનશૈલી ખરાબ હોવાના કારણે તે પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન નથી રાખતા જેથી તે અનેક બીમારી થવાની શક્યતા વધી જાય છે. જો સારુ સ્વાસ્થ્ય જાળવવા માટે વ્યાયમ અને ડાયટ પર ધ્યાન આપવુ જોઈએ. જેમા તમે આ પ્રકારના સુપરફુડ ખાઈને તમારુ સ્વાસ્થ્ય જાળવી શકો છો, જેમાથી તમને વિટામિન્સ, મિનરલ અને હેલ્ધી ફેટ મળી રહે છે.

હળદર

ભારતમા મળતી લીલી હળદર અને હળદર પાવડરનો ઉપયોગ દરેક વાનગીઓમા કરવામા આવે છે. હળદરમા સૌથી વધુ કરક્યુમીન તત્વ જોવા મળે છે. હળદરનો ઉપયોગ ખાવાની સાથે સાથે બ્યુટી ટીપ્સ માટે પણ થાય છે. હળદરના નિયમિત ઉપયોગથી ત્વચાની સમસ્યાઓ દૂર કરવામા મદદ રુપ સાબિત થાય છે.

આમળા

શિયાળામા આમળા ખાવા ખૂબ ફાયદાકારક છે. આમળામા વિટામીન સી સારા પ્રમાણમા હોવાથી ઈમ્યુનિટીમા વધારો થાય છે. આમળાને જ્યુસ, મુખવાસ અને તેના પાવડરના રુપમા પણ લઈ શકાય છે. આમળાનુ સેવન કરવાથી શરીરમા રહેલા ટૉક્સિનને બહાર નિકાળવામા મદદરુપ થાય છે. આ પાચન તંત્રને સ્વસ્થ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એવોકાડો

એવોકાડોને એક સુપરફુડ માનવામા આવે છે. એવોકાડો ખાવામાં હેલ્ધી ફેટ, મિનરલ્સ, ફાઈબર અને વિટામિન હોય છે. તેનો ઉપયોગ કરવાથી તમને બળતરા, ડાયાબિટીસ અને હૃદય રોગ વગેરેથી દૂર કરવામા મદદરુપ થાય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

આહારશાસ્ત્રી હંમેશા લોકોને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાની સલાહ આપે છે. આ શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેથી સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. શિયાળામાં આ શાકભાજીનું સેવન કરવાથી શરીર ઉર્જાવાન બનાવે છે.

ડ્રાયફ્રુટ્સનું સેવન 

ડ્રાયફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. તમે ડાયટમાં મગફળી, કાજુ, પિસ્તા અને ખજૂર જેવા ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરી શકો છો.

દેશી ઘી

ભારતમા મોટા ભાગે દેશી ઘીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની વાનગીઓ બનાવવામા આવે છે. જો રોજ 1 થી 2 ચમચી દેશી ઘી રોટલી, ભાત કે દાળ વગેરેમાં નાખીને ખાવાથી લાભ મળે છે. શિયાળામાં દેશી ઘીનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

બેરી

તમામ પ્રકારની સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરી જેવી બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે બેરીનુ સેવન કરવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમાં રહેલા પોષક તત્વો મહિલાઓ બ્રેસ્ટ અને પેટ જેવા કેન્સરથી બચાવવાનું કામ કરે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

Next Article