ચેતવણી: જમ્યા બાદ તરત પાણી પીવાની આદત પડી શકે છે ભારે, થઇ શકે છે આ સમસ્યા

આયુર્વેદમાં આપના રોજીંદા જીવનને લઈને ઘણા નુસ્ખા જણાવવામાં આવ્યા છે. તેમજ એમ પણ માહિતી છે કે જમ્યા પછી પાણી પીવાથી ઘણી બધી સમસ્યાઓ થઇ શકે છે.

ચેતવણી: જમ્યા બાદ તરત પાણી પીવાની આદત પડી શકે છે ભારે, થઇ શકે છે આ સમસ્યા
Health Tips (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 9:16 AM

આયુર્વેદમાં (Ayurveda) આપણા રોજીંદા જીવનને લઈને ઘણા નુસ્ખા જણાવવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર જમ્યા પછી પાણી પીવાથી (Water) ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. જમ્યાના 40 મિનિટ પહેલાં અથવા જમ્યાના એકથી બે કલાક પછી જ પાણી પીવું જોઈએ. આ કોઈ નવી વાત નથી પરંતુ ખુબ કારાગાર નુસ્ખો છે. પહેલા પણ આપે જમ્યા બાદ તરત પાણી ના પીવાની સલાહ સાંભળી હશે. પરંતુ તેનું પાલન સરળ નથી. ઘણા લોકો જમતા સમયે પાણી પીતા હોય છે. તેમજ જમ્યા બાદ તરત પાણી (Water after a meal) પીતા હોય છે.

જમ્યા બાદ પાણી પીધા બાદ સારું ફિલ થતું હોય છે એમાં કોઈ બેમત નથી. પરંતુ આ પાચન ક્રિયા માટે નુકશાનકારક છે. મોટેભાગે આ આદતના કારણે ગેસ, એસીડીટી જેવી સમસ્યા થતી હોય છે. આથી જમ્યાના ઓછામાં ઓછા 30 મિનીટ કે એક કલાક બાદ પાણી પીવું જોઈએ.

જમ્યા બાદ તરત પાણી કેમ ના પીવું જોઈએ?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા કમજોર થઇ જતી હોય છે. પાણીની તાસીર ઠંડી છે, આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સુલિનનું લેવલ વધી શકે છે. પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ બદલી દે છે. આ કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે. ભોજન બાદ લેવામાં આવતું પાણી એન્જાઈમ અને એસીડના કારણે ખોરાકમાં થવા વાળી ક્રિયામાં અવરોધ પેદા કરે છે. આ કારણે જમ્યા બાદ પાણી ના પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરને ખોરાકના ન્યુટ્રેશન ને શોષી માટે અડધા કલાકની જરૂર પડે છે.

થઇ શકે છે આ સમસ્યાઓ

જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટિક એનર્જી ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી. અને આ કારણે પેટમાં ગેસ, એસિડિટી જેવા રોગો ઘર કરી જાય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષાત તત્વોને પચવા માટે સમય આપવો જોઈએ. જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી.

આ પણ વાંચો: Health Tips: પ્રદૂષણથી થતાં રોગોથી બચવા માંગતા હોવ તો તુલસીનું પાણી સાબિત થઈ શકે છે ફાયદાકારક

આ પણ વાંચો: Health Tips: બદલાતી ઋતુમાં થઈ જાય છે શરદી, ખાંસી અને કફની સમસ્યા? તો અજમાવો આ ઘરેલું નુસખા

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">