Covid 19 and Heart Attack: કોરોનાથી વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ? ICMRએ શરૂ કર્યુ આ કામ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ICMRને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. શરૂઆતમાં માત્ર 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે જો જરૂર પડશે તો આ સમયમાં પણ વધારો કરવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાર્ટ એટેક અને તેના કારણે મૃત્યુના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક તપાસ સમિતિની રચના કરી હતી. આવું કેમ થઈ રહ્યું છે તે જાણવાની જવાબદારી આ સમિતિને સોંપવામાં આવી હતી. આ કમિટીએ પોતાનું કામ શરૂ કરી દીધું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી કેટલાક મહિનામાં આ મામલે રિપોર્ટ આવવાનો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ICMRને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. શરૂઆતમાં માત્ર 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે જો જરૂર પડશે તો આ સમયમાં પણ વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: Cucumber for Skin Care: ગરમીમાં ચહેરા પર લગાવો કાકડીનો રસ, દુર થશે ઘણી સ્કીનની સમસ્યાઓ
જો સૂત્રોનું માનીએ તો ICMR દ્વારા એવા તમામ કેસો એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેમાં યુવાનો અથવા આવા લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોય, જેમાં અચાનક મૃત્યુ થયું હોય. તે લોકોના અગાઉના આરોગ્ય સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ઘટનાના તાત્કાલિક કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
વીડિયો ફૂટેજની તપાસ
મોટાભાગના યુવાનોના મોતના વીડિયો ફૂટેજ છે. આવા વીડિયોને પણ તપાસ હેઠળ લાવવામાં આવી રહ્યા છે. એવુ પણ જોવામાં આવી રહ્યુ છે કે ક્યાંક કોવિડ રસીકરણની કોઈ અસર નથી.
શું લાોન્ગ કોવિડ છે કારણ?
એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડૉ. એન.એન. ખન્નાએ જણાવ્યું કે કોવિડની આડઅસર હજુ પણ જોવા મળી રહી છે. આવી ઘણી બીમારીઓ સામે આવી રહી છે, જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટ કોવિડના કારણે થઈ રહી છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત હાર્ટ એટેકની છે. એટલા માટે લોન્ગ કોવિડ પર પણ સંશોધન થઈ રહ્યું છે.
હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે
છેલ્લા એક વર્ષથી હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો થઈ રહ્યો છે. લોકો નાની ઉંમરમાં જ આ બીમારીથી જીવ ગુમાવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડને કારણે હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે, જોકે ભારતમાં આ અંગે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. હવે ICMR કોવિડ અને હાર્ટ એટેક વચ્ચેના સંબંધને લઈને સંશોધન કરી રહ્યું છે, જેનો રિપોર્ટ આગામી કેટલાક મહિનામાં આવી શકે છે.
tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ
બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..