કોરોના જ્ઞાનશાળા: શું HIV સંક્રમિત અથવા કેન્સરના દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે?
કોરોનાના આ સમયમાં વેક્સિનને લઈને લોકોના મનમાં ઘણા સવાલ થાય છે. તેમાંથી એક એ છે કે શું HIV સંક્રમિત અથવા કેન્સર જેવા રોગથી પીડાતા દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે? ચાલો જાણીએ જવાબ.
કોરોનાની પ્રથમ અને બીજી લહેર ભારત પર ખુબ ભારે રહી છે. હવે દેશભરમાં ત્રીજી લહેરનું જોખમ જણાઈ રહ્યું છે. ત્રીજી લહેર આવવાની સંભાવના ઘણા સમયથી દર્શાવવામાં આવી રહી છે. આ વચ્ચે હાલમાં કોરોનાની કોઈ દવા નથી. માત્ર તેને રોકવાનો એક જ રસ્તો છે અને એ છે વેક્સિન. વેક્સિન કાર્યક્રમ અંતર્ગત દેશમાં મહત્તમ વેક્સિન આપવાના સંકલ્પ સાથે કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે વેક્સિનને લઈને ઘણી અફવાઓ પણ આવે છે. જેને લઈને સચેત રહેવું જરૂરી છે.
આ વચ્ચે ઘણી અફવાના નિરાકારન અને સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયાની અલગ અલગ સાઈટ્સ પર પણ આવા સવાલોના જવાબ આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલના જવાબ રજુ કરવામાં આવે છે. ચાલો આજે આપણે જાણીએ આજના સવાલનો જવાબ. અને એ સવાલ છે,
શું HIV સંક્રમિત અથવા કેન્સરના દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે?
આ સવાલને લઈને એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રોફેસર અને હેડ, ક્રિટિકલ કેર મેડિસિન, RIMS, રાંચીના ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય એચ.આય.વી સંક્રમણ અને કેન્સરથી પીડિત લોકોને રસીકરણ અંગે માહિતી આપી રહ્યા છે. ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય જણાવે છે કે ‘કેન્સર, HIV, સપ્રેસીવ ડ્રગ્સ (દવા) લેનાર દર્દીઓ, ઈમ્યુન મેડીયેટેડ ઈલનેસથી પીડાતા દર્દીઓ, દરેક બિલકુલ વેક્સિન લઇ શકે છે. સરકાર દ્વારા કે WHO દ્રારા આ દર્દીઓ માટે કોઈ પ્રકારના બંધનો નથી. તેઓ વેક્સિન લઇ શકે છે.’
આ આગળ ડોકટરે જણાવ્યું કે, ‘એવું જોવા મળ્યું છે કે જેમનું ઈમ્યુનીટી લેવલ લો રહે છે. તેઓનું વેક્સિન ટોલરન્સ વધુ રહે છે. નોર્મલ લોકોના પ્રમાણમાં આવા લોકોમાં વધુ વેક્સિન ટોલરન્સ જોવા મળે છે. તેથી વેક્સિનમાં એવો કોઈ વિરોધાભાસ નથી.
જાહેર છે કે હાલમાં વેક્સિન એક માત્ર ઉપાય છે કોરોનાની જીવલેણ અસરથી બચવા માટેનો. અને કોરોનાથી બચવા માટે ગાઈડલાઈન પ્રમાણે તેનું પાલન પર કરવું જરૂરી બને છે. એવું પણ જોવા મળ્યું છે કે વેક્સિન લીધા પછી બધા બેદરકાર બનીને ફરતા હોય છે. જોકે વેક્સિન લીધા બાદ પણ એટલી જ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: બાળકો પર કેમ છે કોરોનાની ત્રીજી લહેરનું વધુ જોખમ? શું રાખવી સાવધાની?
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું ભારતમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?